🔥 TRENDING India, Canada Reach Fifth Negotiation... Sanjay Gupta Questions Smoking in Film... Nor'easter Hits US Northeast, Floods H... October 2026: Rare Planetary Conjuncti... Trump Offers US Weapon Sales to China’... Singh Ji: Life Dedicated to Humanity,...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બસ ડ્રાઈવરો વચ્ચે ઝઘડો, ISKCON ફોર રોડ પર ટ્રાન્સપોર્ટ સેવા અટકી
Local

બસ ડ્રાઈવરો વચ્ચે ઝઘડો, ISKCON ફોર રોડ પર ટ્રાન્સપોર્ટ સેવા અટકી

✍️ Reporter: Chauhan Dolatsinh 🗓 20 Sep 2026, 04:42 PM 👁 37
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજે ISKCON ફોર રોડ પર AMTS અને BRTS બસોના ડ્રાઈવરો વચ્ચે ઝઘડાથી ટ્રાન્સપોર્ટ સેવા અટકી, મુસાફરોને મુશ્કેલી પડી.

આજે ISKCON ફોર રોડ પર AMTS અને BRTS બસોના ડ્રાઈવરો વચ્ચે ઝઘડો થયો, જેના કારણે ટ્રાન્સપોર્ટ સેવા અટકી ગઈ. બસોના પૈડા થંભી ગયા અને મુસાફરોને બસમાંથી ઉતારવા માટે મજબૂર કરવામાં આવ્યા.

BRTS કોરિડોરમાં AMTS બસ રંગ સાઈડમાં ઓવરટેક કરવા જતા BRTS બસ ચાલકો ઊગ્ર થયા, અને મામલો બિચક્યો. AMTS બસનો ડ્રાઈવર બસ કોરિડોરમાં મૂકી જતો રહ્યો, જેના કારણે અન્ય બસ પણ રોકાઈ ગઈ.

આ ઘટનાથી નોકરીએ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. મુસાફરોને બસમાંથી ઉતારવામાં આવ્યા અને ટ્રાન્સપોર્ટ સુવિધા અટકી પડી.

ઘટનાની જાણ પોલીસમાં કરવામાં આવી અને AMTS અને Ahmedabad Janmarg અધિકારીઓ દોડતા ગયા. પોલીસ અને અધિકારીઓએ પરિસ્થિતિને નિયંત્રિત કરવા પગલાં લીધા.
📲Get App