🔥 TRENDING એકતાનગરમાં ₹16 કરોડના ખર્ચે નવી એકતા ક... Punjab: Vigilance Bureau Files Case Ag... Children Attacked While Celebrating Du... Children Attacked During Dashahra View... Mandla’s Abkari Squad Destroys 4,000 k... FIR Filed Against Congress MLA Sohan B...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Business

જિયો પ્લેટફોર્મ્સના IPO ને 1.25 કરોડથી વધુ અરજીઓ, વિશ્વના શેરબજાર ઇતિહાસમાં સૌપ્રથમ

✍️ Reporter: IRFAN MANGROLIYA 🗓 24 Oct 2026, 11:53 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ શાખા જિયો પ્લેટફોર્મ્સના IPO ને 1.25 કરોડથી વધુ અરજીઓ મળી છે, જેથી તે વિશ્વના શેરબજારના ઇતિહાસમાં 1 કરોડથી વધુ અરજીઓ મેળવનારો સૌપ્રથમ IPO બન્યો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ અને ડિજિટલ શાખા જિયો પ્લેટફોર્મ્સ (Jio Platforms) ના IPO એ 1 કરોડથી વધુ અરજીઓ મેળવીને વૈશ્વિક સ્તરે એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. આ વિશ્વના શેરબજારના ઇતિહાસમાં 1 કરોડ (10 મિલિયન) થી વધુ અરજીઓ મેળવનારો સૌપ્રથમ IPO બન્યો છે. આ અગાઉ ભારતીય બજારમાં સૌથી વધુ અરજીઓનો રેકોર્ડ વારી એનર્જીઝ (Waaree Energies - 97.33 લાખ અરજીઓ) ના નામે હતો, જેને જિયોએ પાછળ છોડી દીધો છે.

આ મેગા આઈપીઓમાં રોકાણકારો તરફથી આશરે ₹4.5 લાખ કરોડથી વધુની બિડ મળી છે, જેથી આ ઇશ્યૂ 20 ગણાથી વધુ ભરાયો છે. આ રેકોર્ડ બ્રેકિંગ પ્રતિસાદમાં સૌથી મોટો ફાળો રિટેલ રોકાણકારોનો છે, જેમના તરફથી 1 કરોડથી વધુ અરજીઓ આવી છે. આ ઉપરાંત, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના હાલના શેરધારકો તરફથી પણ 21 લાખથી વધુ અરજીઓ નોંધાઈ છે.

પબ્લિક ઇશ્યૂ ખૂલતા પહેલા જ એન્કર રોકાણકારો પાસેથી ₹2.5 લાખ કરોડથી વધુની માંગ આવી હતી, જેમાંથી કંપનીએ ₹8,110 કરોડ એકત્ર કરી લીધા હતા. આ અંદાજે ₹30,213 કરોડનો દેશનો સૌથી મોટો આઇપીઓ છે, જેમાંથી એકત્ર કરાયેલી રકમનો ઉપયોગ કંપની પોતાનું દેવું ચૂકવવા માટે કરશે.

ગ્રે માર્કેટના પ્રીમિયમ અને નિષ્ણાતોના અંદાજ મુજબ, આ આઈપીઓ લિસ્ટિંગ પર રોકાણકારોને 20% થી વધુનું શાનદાર વળતર આપી શકે છે. રિલાયન્સ જિયોના આ મેગા આઇપીઓએ ભારતીય શેરબજારનું નામ વૈશ્વિક સ્તરે રોશન કર્યું છે.
📲Get App