🔥 TRENDING फर्रुखाबाद में आबकारी विभाग की ताबड़तो... गल्ला व्यापारी से 14 लाख की लूट का खुल... एटा: निधौली कलां पुलिस ने साइबर ठगी के... વડાલીના મહાકાલી મંદિરમાં વિશ્વ હિન્દુ... एटा: अपर पुलिस अधीक्षक ने पुलिस एवं यू... Goa Startup Founder Receives Two Job O...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધારાસભ્ય ચૈતર વસાવાના નાનાભાઈ શાંતિલાલ વસાવાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, સુરત સિવિલમાં ICUમાં દાખલ
Health

ધારાસભ્ય ચૈતર વસાવાના નાનાભાઈ શાંતિલાલ વસાવાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, સુરત સિવિલમાં ICUમાં દાખલ

✍️ Reporter: Bhabhor Kaileshbhai 🗓 17 Oct 2026, 12:34 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધારાસભ્ય ચૈતર વસાવાના નાનાભાઈ શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. હાલ તેઓ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ છે.

ધારાસભ્ય ચૈતર વસાવાના નાનાભાઈ શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ તેમને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેઓ ICUમાં સારવાર હેઠળ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, 35 વર્ષીય શાંતિલાલ વસાવા છેલ્લા ઘણા સમયથી તેમના ભાઈ ચૈતર વસાવા જેલમાં હોવાના કારણે માનસિક તણાવ અનુભવી રહ્યા હતા. આ માનસિક દબાણને કારણે તેમણે ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની તબિયત હાલ સ્થિર છે અને ડોક્ટરો તેમની સતત દેખરેખ રાખી રહ્યા છે.
📲Get App