🔥 TRENDING માતાના મઢ પદયાત્રા માર્ગ પર ૨૫ ટીમો દ્... FIR Lodged Against Imran Khan, Others... Three-Book Trilogy Launched to Highlig... निधोली कला में रामलीला महोत्सव का तीसर... Arunachal Pradesh Cabinet Approves Ref... Rohit Sharma's five-wicket haul powers...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

ફરજીયાત નિવૃત્તિ બાદ બે IAS અધિકારી સરકાર સામે કોર્ટમાં જવાની તૈયારીમાં

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 12 Oct 2026, 09:37 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત સરકાર દ્વારા ફરજીયાત નિવૃત્તિ આપવામાં આવેલા બે IAS અધિકારીઓ સરકારના નિર્ણયને કોર્ટમાં પડકારવાની દિશામાં આગળ વધી રહ્યા છે. આ અંગે તેઓ અન્ય અધિકારીઓ અને કાયદાકીય નિષ્ણાતોની સલાહ લઈ રહ્યા છે.

ગત અઠવાડિયે ગુજરાત સરકાર દ્વારા બે IAS અધિકારીઓને ફરજીયાત નિવૃત્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ IAS ગૌરવ દહીયા અને દિલ્હીમાં બેઠેલા કે.રાજેશ ભારે તણાવમાં આવી ગયા હતા. ગૌરવ દહીયાની તબિયત લથડતા તેમને સારવાર માટે યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

હાલમાં, બંને અધિકારીઓ અન્ય IAS અધિકારીઓ, વકીલો અને સગા-સંબંધીઓ પાસેથી આગળની કાર્યવાહી અંગે સલાહ-સૂચનો મેળવી રહ્યા છે. મોટાભાગના IAS અધિકારીઓ સરકારના આ નિર્ણયને યોગ્ય ગણાવી રહ્યા નથી અને બંને અધિકારીઓને સરકાર તેમજ આ નિર્ણયની ભલામણ કરનારા અધિકારીઓ સામે કોર્ટમાં જવાની સલાહ આપી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને અધિકારીઓ આગામી દિવસોમાં પોતાની ફરજીયાત નિવૃત્તિના નિર્ણયને કોર્ટમાં પડકારવા અંગે નક્કર નિર્ણય લઈ શકે છે. આ મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે અને તેના પર સૌની નજર રહેશે.
📲Get App