अपराध
પૂર્વ IAS અધિકારી કે. રાજેશને ફરજિયાત નિવૃત્ત કરાયા: જમીન અને ગન લાયસન્સ કેસમાં સરકારની મોટી કાર્યવાહી..
જમીન અને ગન લાયસન્સ કેસમાં CBI દ્વારા ધરપકડ કરાયેલા પૂર્વ IAS અધિકારી કે. રાજેશને ફરજિયાત નિવૃત્ત કરવાનો નિર્ણય લેવાયો છે. ખાતાકીય તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે..
જમીન અને ગન લાયસન્સ સંબંધિત કેસમાં સીબીઆઈ દ્વારા ૨૦૨૨માં ગુનો નોંધી ધરપકડ કરાયેલા પૂર્વ IAS અધિકારી કે.રાજેશને રાજ્ય સરકાર દ્વારા ફરજિયાત નિવૃત્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ નિર્ણય લાંબા સમયથી સસ્પેન્શન હેઠળ રહેલા અધિકારી માટે એક મોટી કાર્યવાહી ગણાય છે..
પ્રાપ્ત માહિતી અનુસાર, પૂર્વ IAS અધિકારી કે.રાજેશ સામે જમીન અને ગન લાયસન્સના મામલે ગંભીર આરોપો હતા.આ મામલે સીબીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ૨૦૨૨માં તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. ધરપકડ બાદ તેઓ લાંબા સમયથી સસ્પેન્શન હેઠળ હતા.સરકાર દ્વારા આ કેસમાં ખાતાકીય તપાસ પણ ચલાવવામાં આવી હતી..
તપાસના તારણો અને સીબીઆઈની કાર્યવાહીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આખરે તેમને ફરજિયાત નિવૃત્ત કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.આ કાર્યવાહી ભ્રષ્ટાચાર સામે સરકારની કડક નીતિ દર્શાવે છે.