🔥 TRENDING பள்ளி காலாண்டு விடுமுறை: ஏற்காட்டில் க... Louisiana Court Rules in Favor of Jone... Heavy Rain in Uttar Pradesh Claims 56... Thar SUV crashes into motorcycle on Dw... Virat Kohli's Six-Fueled Century Sets... Health Ministry advises lowest effecti...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આણંદમાં નકલી IAS અધિકારીની ધરપકડ, નોકરીના ખોટા બહાને લાખો રૂપિયાની છેતરપિંડી

✍️ Reporter: Naresh katua 🗓 21 Sep 2026, 05:49 PM 👁 34
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આણંદ ટાઉન પોલીસ સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા ગાંધીનગર કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટરના નકલી આઈ-કાર્ડ બનાવીને લોકો સાથે છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આણંદના રહેવાસી રોનકભાઈ સુધીરભાઈ ક્રિશ્ચિયનની ધરપકડ કરવામાં આવી છે.આરોપીએ ગાંધીનગરના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને IAS અધિકારી તરીકે ઓળખ આપી હતી અને લોકોને નાયબ તહસીલદાર તરીકે સીધી ભરતીનું વચન આપીને લલચાવ્યા હતા.ભોગ બનનાર નીરજકુમાર પટેલ અને અન્ય લોકો પાસેથી કુલ ₹7.70 લાખ રોકડા પડાવવામાં આવ્યા હતા.આરોપી પાસેથી નકલી IAS આઈ-કાર્ડ, લેપટોપ, મોબાઇલ ફોન, પ્રિન્ટર, નકલી સ્ટેમ્પ અને અન્ય બનાવટી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.
📲Get App