🔥 TRENDING ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave... Rumor of Student Rape Sparks Protests... 3-Day Bank Strike Called Off After Lat... India’s Diplomatic Dilemma: Navigating...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત મનપાને મળ્યા નવા કમિશનર: ૨૨ વર્ષનો વહીવટી અનુભવ ધરાવતા IAS રાજકુમાર બેનીવાલે ચાર્જ સંભાળ્યો
Local

સુરત મનપાને મળ્યા નવા કમિશનર: ૨૨ વર્ષનો વહીવટી અનુભવ ધરાવતા IAS રાજકુમાર બેનીવાલે ચાર્જ સંભાળ્યો

✍️ Reporter: Dhaval Maheta 🗓 07 Sep 2026, 01:47 PM 👁 50
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નાસિર નગર ડિમોલિશન કેસ બાદ તત્કાલીન કમિશનર એમ. નાગરાજનની બદલીના ૨૬ દિવસ પછી રાજ્ય સરકારે સિનિયર IAS અધિકારી રાજકુમાર બેનીવાલને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે.

સુરત મહાનગરપાલિકાના વિવાદાસ્પદ નાસિર નગર ડિમોલિશન કેસમાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનની બદલી થયાના ૨૬ દિવસ બાદ આખરે મનપાને નવા કમિશનર મળ્યા છે. રાજ્ય સરકારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (SMC) સિનિયર IAS અધિકારી રાજકુમાર બેનીવાલની કમિશનર તરીકે નિયુક્તિ કરી છે, જેમણે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે.

નવા નિયુક્ત કમિશનર રાજકુમાર બેનીવાલ વહીવટી ક્ષેત્રે ૨૨ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ અગાઉ જીએનએફસી (GNFC) ના એમડી તરીકે સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત, તેમની પાસે અમદાવાદ અને વડનગર સહિતના મહત્વના પ્રોજેક્ટ્સનો પણ મોટો અનુભવ છે.

નાસિરનગર પ્રકરણ બાદ વહીવટમાં સર્જાયેલી અસ્થિરતાને દૂર કરવા માટે સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મનપાના કરોડો રૂપિયાના અટકેલા પ્રોજેક્ટોને ઝડપી બનાવવા અને તટસ્થ નિર્ણયો લેવા માટે સરકારે રાજકુમાર બેનીવાલને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે.
📲Get App