🔥 TRENDING Haryana Slaps Crores in Pollution Fine... Haryana Power Engineers Voice Concern... Pakistan Reaches Semifinals After Play... Haryana CM Nayab Singh Saini Honors St... Mobile Message Sparks Student Anger, D... Ujjain Muslims Protest Road Widening T...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાંધીનગરમાં HSBC અને NDTV દ્વારા ‘Global Connect – GIFT City Edition’ કાર્યક્રમનું આયોજન
Business

ગાંધીનગરમાં HSBC અને NDTV દ્વારા ‘Global Connect – GIFT City Edition’ કાર્યક્રમનું આયોજન

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 11 Aug 2026, 09:17 PM 👁 65
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગિફ્ટ સિટીમાં HSBC અને NDTV દ્વારા ‘Global Connect – GIFT City Edition’ કાર્યક્રમ યોજાયો, જેમાં ગિફ્ટ સિટીના વિકાસ પર પ્રકાશ પાડવામાં આવ્યો.

ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે HSBC અને NDTVના સંયુક્ત ઉપક્રમે ‘Global Connect – GIFT City Edition’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ગિફ્ટ સિટીના મહત્વ પર પ્રકાશ પાડ્યો.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટી દેશના ફાયનાન્સિયલ સેક્ટરને ગ્લોબલ બનાવવાના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું સશક્ત માધ્યમ બની રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, ભારત આજે માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ગિફ્ટ સિટીમાં કાર્યરત દેશનું એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર (IFSCA) અને બુલિયન એક્સચેન્જ આ વિકાસને નવું બળ પૂરું પાડી રહ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ ગિફ્ટ સિટીમાં ઉપલબ્ધ સુવિધાઓ તેમજ વિશેષ પ્રોત્સાહનોની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે ‘અર્નિંગ વેલ, લિવિંગ વેલ’નો વિકાસમંત્ર ગિફ્ટ સિટીમાં ચરિતાર્થ થઈ રહ્યો છે. તેમણે AI જેવા ઉભરતા ક્ષેત્રો ઉપરાંત બેન્કિંગ, ઇન્શ્યોરન્સ, એસેટ મેનેજમેન્ટ, કેપિટલ માર્કેટ સર્વિસ, ફંડ મેનેજમેન્ટ, ફિનટેક, એરક્રાફ્ટ અને શિપ લીઝિંગ જેવા વૈવિધ્યસભર ક્ષેત્રોમાં ગિફ્ટ સિટી સતત પોતાની ક્ષિતિજો વિસ્તારતું રહ્યું છે.

આ ઉપરાંત, 'ગ્રીન ગ્રોથ'ના મંત્રને સાકાર કરવા માટે ગ્રીન બોન્ડ, સસ્ટેનેબલ ફાઇનાન્સિંગ, ક્લાઇમેટ ફાઇનાન્સ અને રિન્યુએબલ એનર્જી ફાઇનાન્સિંગ જેવા ક્ષેત્રોમાં ગિફ્ટ સિટી વિશાળ સંભાવનાઓ ધરાવતું હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
📲Get App