🔥 TRENDING खोखला हो रहा NH 28 A का पुल मधेपुरा में पतरघट पथ परियोजना के लिए द... US DOE Declares Power‑Grid Emergency A... सोलन में आज सुबह हल्के बादलों के साथ म... ऊषा देवी की चाय की दुकान: मेहनत और ईमा... ऊषा देवी की चाय की दुकान: मेहनत और ईमा...
30 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીમાં ૨ નવેમ્બરે રોજગાર ભરતીમેળાનું આયોજન HDFC લાઈફ ઈન્સ્યોરન્સમાં ડેવલપમેન્ટ મેનેજરની જગ્યા માટે ઉમેદવારોની પસંદગી કરાશે

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 30 Oct 2026, 09:12 AM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીમાં ૨ નવેમ્બરે રોજગાર ભરતીમેળાનું આયોજન

HDFC લાઈફ ઈન્સ્યોરન્સમાં ડેવલપમેન્ટ મેનેજરની જગ્યા માટે ઉમેદવારોની પસંદગી કરાશે


અમરેલી તા.૨૯ ઓક્ટોબર
અમરેલી જિલ્લાના રોજગાર ઇચ્છુક ઉમેદવારોને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના હેતુસર શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર હેઠળની જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલી દ્વારા અનુબંધમ પોર્ટલના માધ્યમથી સ્વરોજગાર શિબિર તથા ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળો તા. ૦૨ નવેમ્બર, ૨૦૨૬ના સોમવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલી ખાતે યોજાશે.

આ ભરતીમેળામાં HDFC લાઈફ ઈન્સ્યોરન્સ, અમરેલી દ્વારા ડેવલપમેન્ટ મેનેજરની જગ્યા માટે ભરતી કરવામાં આવશે. આ માટે ૧૮થી ૪૦ વર્ષની વયમર્યાદા ધરાવતા સ્ત્રી અને પુરુષ ઉમેદવારો, ધોરણ-૧૨ પાસ અથવા સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે.

પાર્ટટાઈમ કામગીરી માટે કમિશન અને ઓફિસ એલાઉન્સ સહિત માસિક રૂ. ૭,૦૦૦થી રૂ. ૨૬,૫૦૦ સુધીનું મહેનતાણું મળવાપાત્ર રહેશે. જ્યારે ફુલટાઈમ કામગીરી માટે લઘુતમ બે વર્ષનો અનુભવ જરૂરી છે અને વાર્ષિક રૂ. ૩,૧૫,૦૦૦ સુધીનું સી.ટી.સી. નિયમાનુસાર મળવાપાત્ર રહેશે. પસંદગી પામેલા ઉમેદવારોનું કાર્યસ્થળ અમરેલી જિલ્લો રહેશે.

નોંધનીય છે કે, આ ભરતીમેળા માટે નોકરીદાતા તરફથી દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ જગ્યા નોંધાવવામાં આવેલી નથી. ભરતીમેળામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાનો બાયોડેટા, શૈક્ષણિક લાયકાતનાં મૂળ પ્રમાણપત્રો, અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો), આધારકાર્ડ તથા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે નિયત સમયે ઉપસ્થિત રહેવું. ભરતીમેળા અંગે વધુ માહિતી માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના ફોન નંબર ૦૨૭૯૨-૨૨૩૩૯૪ પર સંપર્ક કરવા જણાવાયું છે.
📲Get App