🔥 TRENDING Four Assam Labourers Die in Meghalaya... Rape Case Surge Brings Women's Safety... Ayushmann Khurrana to Portray Pakistan... Madonna and Taylor Swift Dominate MTV... TVK Minister Criticises Udhayanidhi St... Tamil Nadu government revokes controve...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભારતમાં H1N1 સ્વાઈન ફ્લૂના કેસમાં ઝડપથી વૃદ્ધિ, દિલ્હીમાં 1,268 નવા કેસ નોંધાયા
Health

ભારતમાં H1N1 સ્વાઈન ફ્લૂના કેસમાં ઝડપથી વૃદ્ધિ, દિલ્હીમાં 1,268 નવા કેસ નોંધાયા

✍️ Reporter: Dhaval Maheta 🗓 28 Aug 2026, 07:34 PM 👁 50
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિલ્હીમાં 17 દિવસમાં 1,268 નવા સ્વાઈન ફ્લૂના કેસ મળ્યા અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. અન્ય રાજ્યોમાં પણ કેસમાં વૃદ્ધિ નોંધાય છે, પરંતુ વાયરસ પૂરાણો H1N1 pdm09 છે અને લક્ષણો હળવા હોવાનું જણાવાયું છે.

ભારતમાં H1N1 સ્વાઈન ફ્લૂના કેસમાં ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે. દિલ્હીમાં 17 દિવસમાં 1,268 નવા કેસ નોંધાયા છે, જ્યારે 10 ઓગસ્ટે દિલ્હીમાં 1,344 કેસ હતા અને 27 ઓગસ્ટ સુધીમાં વધીને 2,612 થઈ ગયા છે. દેશમાં ઈન્ફ્લુએન્ઝા-Aના કુલ કેસનો આંકડો 3,300ને પાર પહોંચી ગયો છે.

દિલ્હી ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કેરળ, રાજસ્થાન અને ગુજરાતમાં પણ કેસમાં વધારો નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 1,100થી વધુ કેસ, કર્ણાટકમાં 4,200ને પાર કેસ અને બેંગલુરુમાં 3,000થી વધુ કેસ નોંધાયા છે.

ICMRના મુજબ, આ કોઈ નવો વાયરસ કે નવો સ્ટ્રેન નથી; દેશમાં જોવા મળી રહેલા મોટાભાગના ઈન્ફ્લુએન્ઝા-A કેસમાં જૂનો અને પરિચિત H1N1 pdm09 વાયરસ જોવા મળી રહ્યો છે. મોટાભાગના દર્દીઓમાં લક્ષણો હળવા હોવાનું અને સામાન્ય સારવારથી દર્દીઓ સાજા થઈ રહ્યા હોવાનું જણાવાયું છે.

સંક્રમણ વધવાના કારણે ફ્લૂ વેક્સિનની માંગમાં મોટો ઉછાળો આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ વેક્સિનની માંગ લગભગ ત્રણ ગણી અને જુલાઈની સરખામણીએ બમણી થઈ હોવાનું જણાવાયું છે.

જો તમને તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો કે શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય તો તેને અવગણશો નહીં અને જરૂર પડે તો ડૉક્ટરની સલાહ લો. સાવચેત રહો, સ્વસ્થ રહો.
📲Get App