🔥 ट्रेंडिंग लुइज़ियाना में 70‑फ़ुट टिंबर पट्टी पर... उत्तर प्रदेश में तेज़ बारिश से 56 मौते... ड्वारका एक्सप्रेसवे पर थार SUV ने मोटर... विराट कोहली ने तिरुवनंतपुर में वेस्टइं... स्वास्थ्य मंत्रालय ने किडनी क्षति रोकन... पंजाब के लवली प्रोफेशनल यूनिवर्सिटी मे...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

અમદાવાદ: GUJCTOC કેસમાં ફરાર આરોપી LCB ઝોન-7 દ્વારા ઝડપાયો

✍️ रिपोर्टर: Chauhan Dolatsinh 🗓 27 सित. 2026, 08:48 PM 👁 26
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ LCB ઝોન-7 પોલીસે જુહાપુરાની કુખ્યાત બાબુ કાલિયા ગેંગ સાથે સંકળાયેલા અને હત્યાના પ્રયાસ તથા GUJCTOC હેઠળ ગુનામાં છેલ્લા બે મહિનાથી ફરાર આરોપી રોઝાનખાન ઉર્ફે શેજાન પઠાણને ઝડપી પાડ્યો છે.

અમદાવાદ LCB ઝોન-7 પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરતાં GUJCTOC એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા બે મહિનાથી ફરાર ચાલી રહેલા આરોપી રોઝાનખાન ઉર્ફે શેજાન પઠાણને જુહાપુરા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી બાબુ કાલિયા ગેંગ સાથે સંકળાયેલો હોવાનું અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓમાં તેની સંડોવણી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી રોઝાનખાન ઉર્ફે શેજાન પઠાણ વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં GUJCTOC એક્ટ સહિત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે. છેલ્લા બે મહિનાથી તે પોલીસ પકડથી દૂર હતો. LCB ઝોન-7ની ટીમે બાતમીના આધારે તેને દબોચી લીધો છે.

પોલીસ તપાસમાં એવી પણ હકીકત સામે આવી છે કે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ અગાઉ પણ વેજલપુર પોલીસ સ્ટેશનમાં બે ગુનાઓ નોંધાયેલા છે. આ કાર્યવાહી LCB ઝોન-7 દ્વારા કરવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
📲Get App