🔥 TRENDING Haryana CM Nayab Singh Saini Honors St... Mobile Message Sparks Student Anger, D... Ujjain Muslims Protest Road Widening T... धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Khabarhub Publishes Economic Digest Sn... Aishwarya Lekshmi & Arjun Das Star in...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજ રોજ ગાંધીનગર સચિવાલય ખાતે આદિજાતિ વિકાસ વિભાગ અને GSRTCના સંયુક્ત ઉપક્રમે ‘ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા’

આજ રોજ ગાંધીનગર સચિવાલય ખાતે આદિજાતિ વિકાસ વિભાગ અને GSRTCના સંયુક્ત ઉપક્રમે ‘ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા’

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 21 Jul 2026, 03:24 PM 👁 70
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજ રોજ ગાંધીનગર સચિવાલય ખાતે આદિજાતિ વિકાસ વિભાગ અને GSRTCના સંયુક્ત ઉપક્રમે ‘ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા’ અંતર્ગત 139 નવી બસોને માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું તેમજ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી.

અંતરિયાળ, દુર્ગમ અને પહાડી વિસ્તારોમાં વસતા આદિજાતિ વિદ્યાર્થીઓને ઘરેથી શાળા-કોલેજ સુધી સુરક્ષિત, સુલભ અને સમયસર પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલી આ સેવા હેઠળ તમામ બસોને આધુનિક GPS સુવિધાથી સજ્જ કરવામાં આવી છે. આ નવી બસ સેવાથી અંદાજે 4,100 જેટલા વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રેરણાદાયી નેતૃત્વમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે શરૂ કરાયેલી આ યોજના આદિજાતિ વિદ્યાર્થીઓના શિક્ષણને નવી દિશા આપશે. ખાસ કરીને કન્યા કેળવણીને વધુ વેગ મળશે, વિદ્યાર્થીઓને નિયમિત શિક્ષણ સાથે જોડાયેલા રાખવામાં મદદરૂપ બનશે અને શાળા છોડતા વિદ્યાર્થીઓના પ્રમાણમાં ઘટાડો કરવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થશે.
📲Get App