🔥 TRENDING Hail Mary Box Office Sees Uptick as Ku... Ramayana Crosses ₹796 Crore on Day 24,... Congress Forms Alliance with TVK in Ta... MK Stalin Staunchly Rejects Rahul Gand... M.K. Stalin Staunch on DMK’s Delimitat... Madhya Pradesh seeks up to 1,500 MW ex...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા 'ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ' (GSLSA) અંતર્ગત સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ વખત મીડિએશન (મધ્યસ્થી) તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 29 Nov 2026, 06:07 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા 'ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ' (GSLSA) અંતર્ગત સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ વખત મીડિએશન (મધ્યસ્થી) તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા 'ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ' (GSLSA) અંતર્ગત સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ વખત મીડિએશન (મધ્યસ્થી) તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ૫ દિવસીય તાલીમ ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના ટ્રેનિંગ હોલ ખાતે યોજાઈ હતી.
​આ તાલીમ દરમિયાન હાઈકોર્ટના આદરણીય ટ્રેનર અને સિનિયર એડવોકેટ શ્રી અમર સર તથા એડવોકેટ પ્રિયદર્શની મેડમ દ્વારા મીડિએશનની પ્રક્રિયા, કાયદાકીય જોગવાઈઓ અને વ્યવહારુ પદ્ધતિઓ વિશે ખૂબ જ સરળ અને અસરકારક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમના અનુભવ અને અમૂલ્ય માર્ગદર્શનથી તમામ તાલીમાર્થીઓને ઘણું નવું શીખવા મળ્યું છે.
​સમગ્ર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાંથી માછીમાર સમાજના એકમાત્ર પ્રતિનિધિ તરીકે શ્રી જીતેન્દ્રભાઈ મોહનભાઈ કુહાડાની આ તાલીમ માટે પસંદગી કરવામાં આવી હતી. તાલીમના પ્રથમ સેમીના પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના માનનીય ચીફ જસ્ટિસ શ્રી સુનીતા અગ્રવાલ, ચેરમેન શ્રી કોકજે સર, ૫ માનનીય જજશ્રીઓ તથા બંને ટ્રેનરશ્રીઓની ઉપસ્થિતિમાં શ્રી જીતેન્દ્રભાઈ કુહાડાને પ્રમાણપત્ર (સર્ટિફિકેટ) આપીને 'લીગલ ઓથોરીટી' (મધ્યસ્થી તરીકેની માન્યતા) પ્રદાન કરવામાં આવી હતી.
​માછીમાર સમાજના દીકરાને આટલી મોટી તક અને જવાબદા હુંરી સોંપવા બદલ અખિલ ગુજરાત મચ્છીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડાએ સુપ્રીમ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ, ચેરમેનશ્રી, સચિવશ્રી (ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ), બંને ટ્રેનરશ્રીઓ તેમજ હાઈકોર્ટના સમગ્ર સ્ટાફનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે.
📲Get App