राजनीति
કોંગ્રેસ દ્વારા GSC બેંક અને સહકારી મંડળીઓના મુદ્દે રજિસ્ટ્રારને આવેદનપત્ર..
ગુજરાત રાજ્યની GSC બેંક અને વિવિધ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોના વ્યવસ્થાપક મંડળની મુદ્દત પૂર્ણ થવા છતાં ચૂંટણી ન યોજાતા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓને આવેદનપત્ર સુપરત કર્યું..
અમદાવાદમાં-: ગુજરાત રાજ્યની GSC બેંક અને વિવિધ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોના વ્યવસ્થાપક મંડળની મુદ્દત પૂર્ણ થઈ જવા છતાં સમયસર ચૂંટણી યોજાઈ રહી નથી.આ મુદ્દે કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ મંડળે રાજ્યના રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓને એક વિસ્તૃત આવેદનપત્ર સુપરત કર્યું છે. આ આવેદનપત્રમાં અમદાવાદ ડિસ્ટ્રીક્ટ બેંકના નિયામકોની પાત્રતા અને તેમના કાર્યકાળની કાયદેસરતાની તપાસની પણ માંગ કરવામાં આવી છે.આ ઉપરાંત આવેદનપત્રમાં દૂધ સંઘ,દૂધ મંડળીઓ અને સેવા સહકારી મંડળીઓના વિવિધ પ્રશ્નોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.કોંગ્રેસ પક્ષે સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા અને લોકશાહી પ્રક્રિયા જાળવી રાખવા પર ભાર મૂક્યો છે. સમયસર ચૂંટણીઓ યોજાવી એ સહકારી સંસ્થાઓના સુચારુ સંચાલન માટે અત્યંત આવશ્યક છે, તેમ પક્ષનું કહેવું છે.
કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રજિસ્ટ્રાર સમક્ષ રજૂઆત કરી છે કે, મુદ્દત પૂર્ણ થયેલી સહકારી બેંકો અને મંડળીઓમાં વહીવટદારો દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે, જે સહકારી કાયદાની ભાવના વિરુદ્ધ છે. આ પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સત્તા સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.