🔥 TRENDING भारत की महिला हॉकी टीम ने चीन को 1-0 स... बैंकों में सोमवार से शुक्रवार तक कामका... વારાણસી થી વડનગર ખાતે આવી રહેલ યાત્રા वृंदावन के केली कुंज आश्रम में पहुंचे... Maharashtra Minister Ashish Shelar Cri... Uttar Pradesh couple moves to Panna, s...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બોટાદ: ખોટી નંબર પ્લેટ મામલે ગુનો દાખલ ન કરવા માટે ૨૨,૦૦૦ ની લાંચ લેતા GRD જવાન ACB ના હાથે ઝડપાયો..
Crime

બોટાદ: ખોટી નંબર પ્લેટ મામલે ગુનો દાખલ ન કરવા માટે ૨૨,૦૦૦ ની લાંચ લેતા GRD જવાન ACB ના હાથે ઝડપાયો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 03 Oct 2026, 12:18 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા GRD જવાન કિશનભાઇ મનજીભાઇ ચૌહાણને ખોટી નંબર પ્લેટ મામલે ગુનો દાખલ ન કરવા માટે ૨૨,૦૦૦ રૂપિયાની લાંચ લેતા બોટાદ ACB દ્વારા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે..

બોટાદ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની ટીમે એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે કાર્યવાહી કરતા બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા GRD જવાન કિશનભાઇ મનજીભાઇ ચૌહાણને ૨૨,૦૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. આ આરોપી ૨૬ વર્ષીય કિશનભાઇ મનજીભાઇ ચૌહાણ, ધંધો નોકરી, GRD, બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન, જિ.બોટાદ તરીકે ઓળખાય છે.પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદીના ભત્રીજાએ ખોટી નંબર પ્લેટ લગાવીને બાઈક ચલાવ્યું હતું. આ બાબતે ગુનો દાખલ ન કરવા માટે આરોપી કિશનભાઇ ચૌહાણે પોલીસકર્મી વતી ફરિયાદી પાસે પ્રથમ ૫૦,૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી..

ત્યારબાદ વાટાઘાટોના અંતે ૨૨,૦૦૦ રૂપિયા નક્કી થયા હતા. જોકે, ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે બોટાદ ACB નો સંપર્ક કર્યો હતો.ફરિયાદીની ફરિયાદના આધારે બોટાદ ACB દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ છટકા દરમિયાન, આરોપી કિશનભાઇ ચૌહાણે ફરિયાદી પાસેથી નક્કી થયેલી ૨૨,૦૦૦ રૂપિયાની લાંચની રકમ સ્થળ પર જ સ્વીકારી હતી અને ACB ની ટીમે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. આ કાર્યવાહી બોટાદ ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પી.સી.મોલીયા અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
📲Get App