🔥 ट्रेंडिंग जनगणना में भागीदारी राष्ट्रीय दायित्व:... બેંક કર્મચારીઓની 3 દિવસીય હડતાલ મોકૂફ:... नवादा: कुएं से युवक का आधा जला शव बराम... વાહન માલિકી ટ્રાન્સફર હવે આધાર OTP થી,... कमलिया-धमलिया रोड पर 6 महीने से अधूरा... पूर्व प्रधान के कथित घोटालों पर स्थानी...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે 22 નવેમ્બરે લુહાર-પંચાલ સમાજનું પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન યોજાશે, 20 હજારથી વધુ બહેનો જોડાશે
स्थानीय

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે 22 નવેમ્બરે લુહાર-પંચાલ સમાજનું પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન યોજાશે, 20 હજારથી વધુ બહેનો જોડાશે

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 07 सित. 2026, 12:47 PM 👁 49
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ અધિવેશનમાં ઘટતી જનસંખ્યા, મોડા લગ્ન, છૂટાછેડા અને યુવાનોના રોજગાર જેવા મહત્વના સામાજિક મુદ્દાઓ પર ચર્ચા અને ઠરાવ કરવામાં આવશે.

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આગામી 22 નવેમ્બરના રોજ લુહાર-પંચાલ સમાજનું પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ અધિવેશનમાં સમગ્ર ગુજરાતમાંથી 20,000 થી વધુ મહિલાઓ ભાગ લેશે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ અને આયોજનની સમીક્ષા માટે ગત 6 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અગ્રણી મહિલાઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ અધિવેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને આમંત્રિત કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે.

સમાજના અગ્રણી સંજય પંચાલે જણાવ્યું હતું કે, આ અધિવેશનમાં સમાજની સાંપ્રત સમસ્યાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે ઘટતી જતી જનસંખ્યા અને ઓછો જન્મદર (જે હાલ ગુજરાતમાં 1.4 થી 1.7 છે), દીકરા-દીકરીઓના મોડા થતા લગ્ન, છૂટાછેડાનું વધતું પ્રમાણ, અને દેખાદેખીમાં થતા બિનજરૂરી ખર્ચ જેવા ગંભીર મુદ્દાઓ સામેલ છે. આ ઉપરાંત, યુવાનોને શિક્ષણની સાથે વારસાગત વ્યવસાય અને સ્કિલ ડેવલપમેન્ટ શીખવીને વહેલી તકે પગભર કરવા અંગે પણ ચર્ચા થશે, જેથી તેઓ યોગ્ય ઉંમરે લગ્ન કરી સુખી સંસાર શરૂ કરી શકે.

આ ઐતિહાસિક મહિલા અધિવેશન દરમિયાન સમાજને શિક્ષિત, સંગઠિત અને સશક્ત બનાવવા માટે મહિલાઓની ભૂમિકા પર ભાર મૂકવામાં આવશે અને મહત્વના ઠરાવો પસાર કરવામાં આવશે. આ તમામ સામાજિક મુદ્દાઓ અને તેના ઉકેલોને આવરી લેતું ‘જીવન માર્ગદર્શિકા’ નામનું એક વિશેષ પુસ્તક વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ પુસ્તકનું વિમોચન પણ આ મહિલા અધિવેશન દરમિયાન જ કરવામાં આવશે.
📲Get App