🔥 TRENDING बिडवार प्रीमियर लीग: यूनिक अवेंजर्स और... 48 घंटे में 28 पटवारी सस्पेंड 137 को क... बलिया लोक उत्सव में भाजपा नेता अजय शंक... બગસરા પોલીસને 14 વર્ષ જૂના અપહરણ કેસમા... सुमेरपुर के बाबा गांव में नवरात्रि के... गोपाल मंडल ने बिहार सरकार के मंत्रियों...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રીના હસ્તે ‘વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2026’નો શુભારંભ
Local

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રીના હસ્તે ‘વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2026’નો શુભારંભ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 11 Oct 2026, 09:10 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જગતજનની મા આદ્યશક્તિના નવ સ્વરૂપોની આરાધનાના મહાપર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે. આ અવસરે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ‘વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2026’નો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો.

જગતજનની મા આદ્યશક્તિના નવ સ્વરૂપોની આરાધનાના મહાપર્વ નવલા નોરતાનો આજથી ભક્તિભાવ અને ઉત્સાહપૂર્ણ માહોલમાં પ્રારંભ થઈ ચૂક્યો છે. આ પાવન અવસરે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અમદાવાદના સુપ્રસિદ્ધ GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત રાજ્યકક્ષાના ‘વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2026’નો રંગારંગ શુભારંભ થયો.

આ ભવ્ય નવરાત્રિ ફેસ્ટિવલનો પ્રારંભ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીપ પ્રાગટ્ય કરીને કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ મા આદ્યશક્તિની કૃપા અને આશીર્વાદ મેળવ્યા હતા.

‘વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2026’ રાજ્યભરમાં નવરાત્રીના ઉત્સાહને નવી ઊંચાઈઓ પર લઈ જશે તેવી અપેક્ષા છે. આ મહોત્સવ ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર અને પરંપરાઓને ઉજાગર કરશે.
📲Get App