🔥 TRENDING Massive Protest Demanding Re-inclusion... સાંતલપુર 66 કેવી સબસ્ટેશનમાં કર્મચારીઓ... जंतर-मंतर पर विरोध प्रदर्शन: अपनी मांग... पुन्हाना CIA ने 2022 के पुराने मामले म... पोषण ट्रैकर में बिहार में दूसरा स्थान:... হলদিয়া মঞ্জুশ্রী মোড় । দূর্গা পূজা...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

જામનગરમાં ટુ-વ્હીલરની નવી GJ-10-EN સીરીઝ માટે ૧૬ ઓક્ટોબરથી ઈ-ઓક્શન શરૂ

✍️ Reporter: Vikram Pata 🗓 12 Oct 2026, 05:14 PM 👁 19
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જામનગરમાં ટુ-વ્હીલર વાહનો માટે GJ-10-EN સીરીઝના પસંદગીના નંબર મેળવવા માટે ઈ-ઓક્શન પ્રક્રિયા ૧૬ ઓક્ટોબરથી શરૂ થશે. આ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

જામનગર જિલ્લાના ટુ-વ્હીલર વાહનમાલિકો માટે નવી GJ-10-EN નંબર સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઈ-ઓક્શન યોજાશે. ઓનલાઈન અરજી તા. ૧૬થી ૨૦ ઓક્ટોબર, ૨૦૨૬ના બપોરે ૪ વાગ્યા સુધી કરી શકાશે, જ્યારે બિડિંગ તા. ૨૦થી ૨૨ ઓક્ટોબર બપોરે ૪ વાગ્યા સુધી ચાલશે. પરિણામ ૨૨ ઓક્ટોબરે જાહેર કરાશે. અરજદારોએ પરિવહન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી યુઝર આઈડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. પસંદગીના નંબર માટે બિડ રૂ.૧,૦૦૦ના ગુણાંકમાં વધારી શકાશે. પસંદગીનો નંબર મળ્યા બાદ બાકી રકમ પાંચ દિવસમાં ભરવાની રહેશે, અન્યથા ભરેલી ફી પરત મળશે નહીં. તમામ જરૂરી દસ્તાવેજોની ડીલર કક્ષાએ ખરાઈ કરાવી અપલોડ કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, જામનગર દ્વારા જણાવાયું છે.
📲Get App