🔥 TRENDING અરવલ્લી જિલ્લામાં ૨૭૮ કિલો પોશડોડા સાથ... জানা ট্রাভেল্স এর সোলপাট্টা - কোলকাতা... मेवात के पटुका गांव में डबल डेकर टनल न... Delhi Replaces Jantar Mantar with Raml... Grandmother Murdered in Bihar Village:... Devotees Swarm Muzaffarpur Temples for...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાયખા GIDCમાં ABS AROMATICS LLPની ચીમનીમાંથી કાળા ધુમાડા નીકળતાં સ્થાનિકોમાં ચિંતા

સાયખા GIDCમાં ABS AROMATICS LLPની ચીમનીમાંથી કાળા ધુમાડા નીકળતાં સ્થાનિકોમાં ચિંતા

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 12 Oct 2026, 02:36 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાગરાના સાયખા GIDC સ્થિત ABS AROMATICS LLP કંપનીની ચીમનીમાંથી નીકળતા કાળા ધુમાડાને કારણે સ્થાનિક લોકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. આ ઘટનાએ GPCBની કામગીરી સામે પણ પ્રશ્નો ઉભા કર્યા છે.

વાગરા તાલુકાના સાયખા GIDCમાં આવેલી ABS AROMATICS LLP નામની કંપનીની ચીમનીમાંથી મોટા પ્રમાણમાં કાળા ધુમાડા નીકળતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ દ્રશ્ય જોઈને લોકોમાં ભય અને ચિંતાની લાગણી ફેલાઈ હતી.

સાયખા GIDCમાં પ્રદૂષણનો કાળો ખેલ? વાગરા તાલુકાની સાયખા GIDCમાં આવેલી ABS AROMATICS LLP કંપનીની ચીમનીમાંથી શંકાસ્પદ ઘેરા કાળા રંગના ધુમાડા નીકળતા હોવાનો મામલો સામે આવ્યો છે. સ્થાનિક સ્તરે ઉઠી રહેલા આક્ષેપો મુજબ, સાંજના સમયે આ રીતે હવામાં ધુમાડો છોડવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

ABS AROMATICS LLPની ચીમનીમાંથી કાળા ધુમાડા નીકળ્યાના આક્ષેપો, GPCBના અધિકારીઓની આંખે પાટા કે જવાબદારીમાંથી છટકબારી? જો આ આક્ષેપો સાચા હોય, તો સવાલ એ છે કે ઔદ્યોગિક વિકાસના નામે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાની છૂટ આખરે કોના આશીર્વાદથી મળી રહી છે? ખાસ કરીને રવિવાર જેવા રજાના દિવસે પ્રદૂષણની આવી પ્રવૃત્તિઓ થતી હોવાના આક્ષેપોએ અનેક સવાલો ઊભા કર્યા છે. શું રજાના દિવસે પ્રદૂષણ નિયંત્રણના નિયમો લાગુ પડતા નથી? શું ઔદ્યોગિક એકમોને પોતાની મરજી મુજબ હવામાં ધુમાડો છોડવાની છૂટ મળી ગઈ છે? જો કંપનીની ચીમનીમાંથી નીકળતા ધુમાડામાં હાનિકારક તત્વો હોવાની આશંકા હોય, તો તેની તાત્કાલિક વૈજ્ઞાનિક તપાસ કરવી અનિવાર્ય છે.

GPCB ઊંઘમાં કે આંખ આડા કાન? તો બીજી તરફ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સામે પણ સ્થાનિક સ્તરે સવાલો ઉઠી રહ્યા છે. શું તંત્ર માત્ર કાગળ પરની કાર્યવાહી અને નોટિસો પૂરતું જ સીમિત છે કે, પછી મેદાનમાં ઉતરીને વાસ્તવિક પરિસ્થિતિની તપાસ પણ કરે છે? સાંજના સમયે અને રવિવારની રજાના દિવસે અચાનક તપાસ હાથ ધરવામાં આવે તો જ વાસ્તવિક સ્થિતિ બહાર આવી શકે તેમ છે.

ચીમનીમાંથી કાળા ધુમાડા, તંત્રની દેખરેખ ક્યાં? ABS AROMATICS LLP મામલે GPCB મેદાનમાં ઉતરશે કે કાગળ પર જ તપાસ કરશે? હવે સૌથી મોટો સવાલ એ છે કે સાયખા GIDCમાં પ્રદૂષણ નિયંત્રણ માટે જવાબદાર તંત્ર ખરેખર સક્રિય છે કે પછી પ્રદૂષણના આક્ષેપો વચ્ચે પણ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે? હવે જોવાનું એ રહ્યું કે GPCB આ મામલે માત્ર કાગળ પર જવાબ આપશે કે પછી સ્થળ પર ઉતરીને તપાસ કરશે અને હકીકત જનતા સમક્ષ મૂકશે. નોંધનીય છે, કે ધુમાડામાં હાનિકારક તત્ત્વો હોવાની બાબત અને નિયમભંગ અંગેની હકીકત સત્તાવાર તપાસ તથા નમૂનાના અહેવાલ બાદ જ સ્પષ્ટ થશે. જોકે વિસ્તારમાં અસહ્ય દુર્ગંધને કારણે આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ જેવી અનેક ફરિયાદો ઉઠવા પામી છે.
📲Get App