🔥 TRENDING Chief Justice of India, Four Supreme C... नाचना में पंचायती चुनाव और दीपावली के... India-West Indies T20 Series Ends 2-2... Subhash Ghai Discusses Why Bollywood I... Aamir Khan Shaved His Head After Rejec... Saif Ali Khan Proposes to Kareena Kapo...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાયખા GIDCમાં રિએક્ટર બ્લાસ્ટ: સિન્ઝીલ ફાર્માકેમમાં 5નાં મોત, 6 ઘાયલ

✍️ Reporter: Shahid Mansuri 🗓 18 Oct 2026, 03:20 AM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચના સાયખા GIDC સ્થિત સિન્ઝીલ ફાર્માકેમ કંપનીમાં મધરાતે રિએક્ટર ફાટતાં ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં 5 કામદારોના મોત નીપજ્યા છે અને 6 અન્ય ઘાયલ થયા છે.

ભરૂચના સાયખા GIDCમાં આવેલી સિન્ઝીલ ફાર્માકેમ કંપનીમાં મધરાતે એક ભયાનક રિએક્ટર બ્લાસ્ટ થયો હતો. કંપનીમાં હાઇડ્રોજનેશન પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન 15 KL ક્ષમતાનું રિએક્ટર ફાટ્યું હતું. આ ધડાકા એટલો પ્રચંડ હતો કે કંપની પરિસરની બહાર સુધી કાટમાળ ફંગોળાયો હતો. આ દુર્ઘટનામાં કુલ 5 કામદારોએ જીવ ગુમાવ્યા છે, જેમાં કંપનીના કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટ પર કામ કરતા યુવાનોનો સમાવેશ થાય છે. આમોદ તાલુકાના બે યુવાનો પણ આ ઘટનાનો ભોગ બન્યા છે.

રિએક્ટર ફાટ્યા બાદ કંપનીમાં MDC ગેસ લીકેજ થતાં અન્ય કામદારો પર પણ તેની ગંભીર અસર થઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે બચાવ અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. આ દુર્ઘટનામાં 6 કામદારો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સાયખા GIDCમાં આવેલી સિન્ઝીલ ફાર્માકેમ કંપનીને શરૂ થયાને હજી એક વર્ષ પણ પૂર્ણ થયું નથી. આટલા ઓછા સમયમાં આટલી મોટી દુર્ઘટના બનતાં અનેક પ્રશ્નો ઊભા થયા છે. પોલીસે અને સંબંધિત વિભાગોએ આ દુર્ઘટનાના કારણોની તપાસ હાથ ધરી છે. કંપનીની સુરક્ષા વ્યવસ્થા અને નિયમોના પાલન અંગે પણ તપાસ કરવામાં આવશે.
📲Get App