🔥 TRENDING इमामगंज में पान दुकान के पीछे गांजा-चर... पाली जिले के सुमेरपुर क्षेत्र में सरपं... रामगढ़ में दशहरे पर निकली भव्य शोभायात... वैहवलपुर मंदिर में 101वां सुंदरकांड पा... Centre Urges Jharkhand to Enroll All E... नौ दिनों की अखंड भक्ति के बाद मातारानी...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા જિલ્લાના તલોદમાં GIDCની ટ્યુબ બનાવતી કંપનીમાં આગ લાગી

✍️ Reporter: અક્ષરાતીથસિંહ વી ઝાલા 🗓 20 Oct 2026, 08:04 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના તલોદમાં GIDCમાં ટ્યુબ બનાવતી કંપનીમાં અચાનક આગ લાગી, જેમાં ફાયર બ્રિગેડ અને પોલીસની તાત્કાલિક કામગીરી થઈ.

સાબરકાંઠા જિલ્લાના તલોદમાં GIDCમાં ટ્યુબ બનાવતી કંપનીમાં અચાનક આગ લાગી, જેનાથી વિસ્તારમાં દોડધામ મચી ગઈ.

આગ લાગતાં જ તલોદ ફાયર બ્રિગેડ, પ્રાંતિજ ફાયર બ્રિગેડ અને હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી.

તંત્રના અધિકારીઓ, તલોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાઠોડ સાહેબ અને મામલતદાર સાહેબ પણ તાત્કાલિક સ્થળે દોડી આવ્યા. અધિકારીઓએ જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી.

હાલમાં આગનું ચોક્કસ કારણ, નુકસાનની વિગતો અને કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગે સત્તાવાર પુષ્ટિ મળવાની બાકી છે.

જાહેરાત મુજબ, તપાસ ચાલુ છે અને અધિકારીઓ દ્વારા વધુ માહિતી જાહેર કરવામાં આવશે.
📲Get App