🔥 TRENDING પ્લાસ્ટીક મુક્ત અભિયાન पंकज गुप्ता को सनातन बचाव मोर्चा में म... प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભરૂચમાં મોટો અકસ્માત ટળ્યો: સાયખા GIDCની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, સોલ્વન્ટ ડ્રમના વિસ્ફોટથી અફરાતફરી
Local

ભરૂચમાં મોટો અકસ્માત ટળ્યો: સાયખા GIDCની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, સોલ્વન્ટ ડ્રમના વિસ્ફોટથી અફરાતફરી

✍️ Reporter: IRFAN MANGROLIYA 🗓 16 Sep 2026, 11:08 AM 👁 50
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ જિલ્લાના સાયખા GIDCમાં મોરડિયા કેમિકલ્સ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતાં 7–8 કામદારો સમયસર બહાર નીકળી ગયા, અને ફાયર બ્રિગેડે 4 થી વધુ ગાડીઓ સાથે આગને બુઝાવી.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા GIDCમાં સ્થિત મોરડિયા કેમિકલ્સ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર ઔદ્યોગિક વસાહતમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના કાળા ગોટેગોટા આશરે 7–8 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતા હતા.

આગ લાગતા સમયે પ્લાન્ટમાં 7–8 કામદારો ફરજ પર હાજર હતા. તેઓએ આગ વધુ પ્રસરે તે પહેલાં જ સમયસર પ્લાન્ટની બહાર દોડી ગયા, જેના કારણે મોટી જાનહાનિ ટળી. શક્તિશાળી બ્લાસ્ટથી વિસ્તાર ધ્રૂજ્યો અને કંપનીના કેમ્પસમાં રાખવામાં આવેલા સોલ્વન્ટ ભરેલા ડ્રમમાં એક પછી એક વિસ્ફોટો થયા. આ ધડાકાઓનો અવાજ એટલો તીવ્ર હતો કે આજુબાજુની અન્ય કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ પણ ગભરાઈને બહાર નીકળી આવ્યા.

ફાયર બ્રિગેડની ભારે જહેમતથી સાયખા અને આસપાસના વિસ્તારોમાંથી 4 થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે ધસી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોઈ શકે છે, પરંતુ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ (DISH) વિભાગ દ્વારા અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.
📲Get App