🔥 TRENDING Punjab Truck Driver Wins ₹1.3 Crore in... Nandan Nilekani Predicts India to Lead... Supreme Court Flags 14 Defects in INDI... भाजपा पार्षद श्रवण कुमार गुप्ता ने विप... Supreme Court Seeks Answers from Delhi... Punjab Police Warn Farmers About Harm...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સચિન GIDCમાં વેરાબિલમાં 20–23% વધારો, ઉદ્યોગકારોમાં રોષ, મુખ્યમંત્રીને પત્ર

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 13 Oct 2026, 03:37 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સચિન ઇન્ડસ્ટ્રિયલ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડે મુખ્યમંત્રી અને ઉદ્યોગમંત્રીને પત્ર મોકલી, 2026–2030 બ્લોકમાં વેરાબિલ અને જંત્રી દરમાં વધારાની ફરિયાદ કરી.

સુરતના ઔદ્યોગિક વિસ્તાર સચિન GIDCમાં સંકલિત વેરાબિલમાં 20થી 23 ટકા સુધીનો વધારો ઝીંકાતાં સ્થાનિક ઉદ્યોગકારોમાં ભારે રોષ અને અસંતોષ ફેલાયો છે.

સચિન જીઆઈડીસી નોટિફાઇડ એરિયા દ્વારા નવા બ્લોક વર્ષ 2026થી 2030 માટે આકારણી હાથ ધરીને ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના સંકલિત વેરાબિલ ઇશ્યૂ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2022થી 2026ના જૂના બ્લોકની સરખામણીએ વર્ષ 2026થી 2030ના નવા બ્લોકમાં A, B અને C પ્રકારના બાંધકામ સ્ટ્રક્ચર રેટમાં માર્કેટ વેલ્યુએશનના બહાને મોટો વધારો કરવામાં આવ્યો છે.

બાંધકામ સ્ટ્રક્ચર રેટમાં વધારા સાથે જીઆઈડીસીની જંત્રીના દર પણ વર્ષ 2023ના પ્રતિ ચોરસ મીટર દીઠ 5,870થી વધારીને સીધા ₹8,940 કરી દેવાયા છે, જેના પરિણામે ઉદ્યોગો પર 20થી 23 ટકા વધારાના વેરાનો સીધો બોજ પડશે. આ ગંભીર સમસ્યાને વાચા આપવા માટે સચિન ઇન્ડસ્ટ્રિયલ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા મુખ્યમંત્રી તેમજ ઉદ્યોગમંત્રીને સીધો પત્ર પાઠવવામાં આવ્યો છે, જેમાં રાજ્ય સરકારે તાકીદે હસ્તક્ષેપ કરી વેરાબિલમાં તાત્કાલિક રાહત આપવાની માગ કરવામાં આવી છે.
📲Get App