🔥 TRENDING চোখ দান: দৃষ্টিশক্তি পুনরুদ্ধারের গুরু... Cyclone Akvan Expected to Hit Andhra P... Harshal Patel's Potential Gujarat Tita... Gujarat CM stresses doctor‑blood bank... Gujarat Deputy CM Urges Stronger Crack... Ludhiana Police Arrest Two Drug and Ar...
14 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Gerkaydesar
National

Gerkaydesar

✍️ Reporter: Sabir Haji 🗓 29 Sep 2026, 03:30 PM 👁 84
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Sabir haji

પોરબંદર: માધવપુરના દરિયાકિનારે ગેરકાયદેસર મોટી બોટોનું અતિક્રમણ; નાના માછીમારોમાં ભારે રોષ
માધવપુર:
પોરબંદર જિલ્લાના માધવપુર નજીકના દરિયાઈ કાંઠા વિસ્તારમાં મોટી બોટો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને ફિશિંગ (માછીમારી) કરવામાં આવી રહ્યું હોવાની ગંભીર બાબત સામે આવી છે. દરિયાકિનારાના તળ વિસ્તાર નજીક મોટી બોટો (ડેરા) ફેરવીને ગેરકાયદેસર રીતે માછીમારી કરવામાં આવી રહી છે, જેના કારણે સ્થાનિક નાના અને ગરીબ માછીમારોની રોજીરોટી પર મોટો ખતરો ઊભો થયો છે.
સ્થાનિક માછીમારોના ગંભીર આક્ષેપો:
સ્થાનિક માછીમારોનો આરોપ છે કે સરકારના નિયમો અને મરીન સિક્યુરિટીના કાયદાઓને નેવે મૂકીને મોટી બોટો કાંઠાની ખૂબ નજીક આવીને મોટા પાયે માછીમારી કરે છે. આના કારણે નાના માછીમારોના જાળ અને બોટોને નુકસાન થાય છે અને તેમને પૂરતી માછલીઓ પણ મળતી નથી. માછીમારોનું કહેવું છે કે નિયમ પ્રમાણે આટલી નજીક આવીને મોટી બોટો ફિશિંગ કરી શકે નહીં, છતાં આ પ્રકારની પ્રવૃત્તિ સતત ચાલી રહી છે.
મરીન અને ફિશરીઝ વિભાગ પાસે કડક કાર્યવાહીની માંગ:
સ્થાનિક ગરીબ માછીમારોએ ફિશરીઝ વિભાગ (મત્સ્યોદ્યોગ ખાતું) તેમજ મરીન પોલીસ/કોસ્ટ ગાર્ડ અને સંબંધિત તંત્રને વિનંતી કરી છે કે આ બાબતે તાત્કાલિક ધ્યાન આપવામાં આવે. દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારીને ગેરકાયદેસર રીતે ફિશિંગ કરતી બોટો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે જેથી ગરીબ અને નાના માછીમારોનું શોષણ અટકે.
📲Get App