🔥 TRENDING பள்ளி காலாண்டு விடுமுறை: ஏற்காட்டில் க... Louisiana Court Rules in Favor of Jone... Heavy Rain in Uttar Pradesh Claims 56... Thar SUV crashes into motorcycle on Dw... Virat Kohli's Six-Fueled Century Sets... Health Ministry advises lowest effecti...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગુજરાત સફાઈ કામદાર નોકર મંડળ (રજી. નં. G-2888) દ્વારા પાટણ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

✍️ Reporter: Atul Thakor 🗓 27 Sep 2026, 09:13 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાત સફાઈ કામદાર નોકર મંડળ (રજી. નં. G-2888) દ્વારા પાટણ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.મંડળના સ્ટેટ કમિટી મેમ્બર પ્રવિણભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, પાટણ નગરપાલિકાની સફાઈ કામગીરી વર્ષોથી સ્થાનિક વાલ્મીકી સમાજના ભાઈ-બહેનો કરે છે અને આ કામ તેમની રોજીરોટીનો મુખ્ય આધાર છે. પરંતુ ૧૯૯૧ થી આજદિન એટલે કે છેલ્લા ૩૫ વર્ષમાં એક પણ કાયમી સફાઈ કામદારની ભરતી કરવામાં આવી નથી.
કોન્ટ્રાક્ટ / ઠેકા પદ્ધતિના કારણે સ્થાનિક સફાઈ કામદારો બેરોજગાર બન્યા છે અને શોષણ થઈ રહ્યું છે. બહારથી કામદારો લાવવાની પ્રથા તાત્કાલિક બંધ કરવી જોઈએ.
મંડળની મુખ્ય માંગણીઓ માં
પાટણ નગરપાલિકામાં ખાલી પડેલી સફાઈ કામદારોની જગ્યાઓ પર તાત્કાલિક નિયમિત ભરતી કરવામાં આવે.
શોષણકારી કોન્ટ્રાક્ટ / ઠેકા પદ્ધતિ સંપૂર્ણપણે બંધ કરવામાં આવે.
પાટણ શહેરના સ્થાનિક સફાઈ કામદારોને પ્રાથમિકતા આપવામાં આવે.
મંડળે વધુમાં જણાવ્યું હતું કે, આ માંગણી કોઈ વ્યક્તિ કે અન્ય ગામના લોકો વિરુદ્ધ નથી, માત્ર સ્થાનિકોની રોજગારી બચાવવા માટે છે.જો સમયસર યોગ્ય અને લેખિત કાર્યવાહી કરવામાં નહીં આવે તો પાટણ શહેરના તમામ સફાઈ કામદારો અને વાલ્મીકી સમાજ દ્વારા લોકશાહી ઢબે સામૂહિક રજૂઆત, ધરણા અને આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત અધિકારીની રહેશે.
📲Get App