Crime
આરોગ્ય મંત્રીની સૂચના બાદ FDCAની કરજણ અને સુરતમાં મોટી કાર્યવાહી: ₹42.6 લાખની દવાઓ સીઝ, બે પેઢીઓના લાયસન્સ રદ
રાજ્યમાં ગેરકાયદે દવાઓના વેચાણ અને નશા માટે થતી દવાઓના દુરુપયોગ સામે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના બાદ FDCAએ કરજણ અને સુરતમાં મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં અંદાજે ₹42.6 લાખનો દવાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અને બે પેઢીઓના દવા વેચાણના પરવાના કાયમી ધોરણે રદ કરાયા છે.
રાજ્યમાં ગેરકાયદે દવાઓના વેચાણ અને નશા માટે થતી દવાઓના દુરુપયોગ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચનાના પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ઓથોરિટી (FDCA) દ્વારા કરજણ અને સુરત શહેરમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
FDCA, ગુજરાત પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની સંયુક્ત ટીમે આ દરોડા પાડ્યા હતા. આ કામગીરી દરમિયાન કુલ ચાર પેઢીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં અંદાજે ₹42.6 લાખની કિંમતનો ગેરકાયદે દવાઓનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
સુરત અને કરજણમાં કરાયેલી આ કાર્યવાહીમાં ખાસ કરીને નશા માટે દુરુપયોગમાં આવતી દવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કરજણ ખાતેની બે પેઢીઓના દવા વેચાણના પરવાના કાયમી ધોરણે રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પગલાં રાજ્યમાં ગેરકાયદે દવાઓના વેચાણ અને તેના દુરુપયોગને રોકવા માટે લેવાયા છે.