🔥 TRENDING नवादा: कुएं से युवक का आधा जला शव बराम... વાહન માલિકી ટ્રાન્સફર હવે આધાર OTP થી,... कमलिया-धमलिया रोड पर 6 महीने से अधूरा... पूर्व प्रधान के कथित घोटालों पर स्थानी... Nara Lokesh Highlights Movement from M... AP ICET 2026 2nd Counselling: Self‑Joi...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

કામરેજ: EV ચાર્જિંગ સ્ટેશનની ફ્રેન્ચાઈઝી અપાવવાના બહાને વેપારી સાથે ₹2.79 લાખની છેતરપિંડી

✍️ Reporter: Dhaval Maheta 🗓 22 Sep 2026, 09:26 PM 👁 29
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કામરેજના ખોલવડ ગામના એક વેપારી સાથે ટાટા પાવરના નામે EV ચાર્જિંગ સ્ટેશનની ફ્રેન્ચાઈઝી અને સબસિડી અપાવવાના બહાને રૂ. 2,79,800ની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી છે.

સુરતના કામરેજના ખોલવડ ગામમાં રહેતા અને માંગરોળના તરસાડી-કોસંબા ખાતે ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતા એક વેપારી સાથે EV (ઇલેક્ટ્રિક વ્હીકલ) ચાર્જિંગ સ્ટેશનની ફ્રેન્ચાઈઝી અપાવવાના બહાને રૂપિયા 2,79,800ની છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના અંગે ભોગ બનનાર વેપારીએ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, બે મહિના પહેલા વેપારીએ EV ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવા માટે કામરેજ ચાર રસ્તા પર આવેલા ટાટા પાવરના સ્ટેશનની મુલાકાત લીધી હતી. ત્યાંથી તેમને એક ટોલ ફ્રી નંબર મળ્યો હતો. આ નંબર પર સંપર્ક કરતા તેમને કંપનીની વેબસાઇટ પર ફોર્મ ભરવાનું કહેવામાં આવ્યું હતું. ફોર્મ ભર્યા પછી એક અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને પોતાની ઓળખ ટાટા કંપનીના રિલેશનશિપ મેનેજર આશિષકુમાર તરીકે આપી હતી.

આ ઠગે વેપારીને 20 લાખ રૂપિયાના પ્રોજેક્ટ ખર્ચ સામે લોન અને 40 ટકા સબસિડી અપાવવાની લાલચ આપી હતી. ત્યારબાદ રજિસ્ટ્રેશન અને પ્રોસેસિંગ ફીના બહાને RTGS દ્વારા કુલ 2,79,800 રૂપિયા પડાવી લીધા હતા. આરોપીઓએ આ રકમ સામે નકલી GST બિલ અને રસીદો પણ મોકલી આપી હતી.

જોકે, આરોપીઓએ ત્યારબાદ NOC આપવા માટે વધુ 4,87,970 રૂપિયાની માંગણી કરતા વેપારીને શંકા ગઈ હતી. તેમણે ટાટા કંપનીના સત્તાવાર ટોલ ફ્રી નંબર પર ફોન કરીને તપાસ કરી ત્યારે તેમને ખબર પડી કે તેમની સાથે સાયબર ફ્રોડ થયો છે. આ ઘટના અંગે વેપારીએ તરત જ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ કામરેજ પોલીસ સ્ટેશન પહોંચી નકલી અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
📲Get App