🔥 TRENDING Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith... The Tribune publishes profile of Dr Sh...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

ESIC દ્વારા શ્રમિકોના સંતાનો માટે મેડિકલ શિક્ષણમાં 887થી વધુ બેઠકો અનામત

✍️ Reporter: Dhaval Maheta 🗓 26 Sep 2026, 08:40 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) દેશભરની 24 શૈક્ષણિક સંસ્થાઓમાં વીમિત કર્મચારીઓના સંતાનો માટે 887થી વધુ બેઠકો અનામત રાખી તબીબી શિક્ષણ ક્ષેત્રે આગળ વધવાની તક પૂરી પાડે છે.

કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) દ્વારા શ્રમિક-કર્મચારીઓના સંતાનોને તબીબી શિક્ષણ ક્ષેત્રે આગળ વધવાની તક મળે તે માટે વિશેષ અનામત બેઠકોની યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ દેશભરની ESIC સંલગ્ન 17 મેડિકલ, 2 ડેન્ટલ, 2 નર્સિંગ અને 3 સરકારી કોલેજો સહિત કુલ 24 શૈક્ષણિક સંસ્થાઓમાં વીમિત કર્મચારીઓના સંતાનો માટે 887થી વધુ બેઠકો અનામત રાખવામાં આવી છે. ગુજરાતમાં અમદાવાદના નરોડા-બાપુનગર સ્થિત ESIC મેડિકલ કોલેજમાં કુલ 50 MBBS બેઠકોમાંથી 25 બેઠકો વીમિત કર્મચારીઓના સંતાનો માટે ફાળવવામાં આવી છે.

વર્ષ 2012થી અમલી આ યોજના હેઠળ દેશભરમાં કુલ 887થી વધુ બેઠકો પર વીમિત કર્મચારીઓના સંતાનોને પ્રવેશ આપવામાં આવે છે, જેમાં 695 MBBS, 28 BDS, 60 B.Sc. નર્સિંગ અને 104 પેરામેડિકલ બેઠકોનો સમાવેશ થાય છે. અમદાવાદ ESIC મેડિકલ કોલેજની આ અનામત બેઠકોમાં ગત વર્ષે તમામ બેઠકો ભરાઈ ગઈ હતી, જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં આશરે 28 બેઠકો પર પ્રવેશ આપવામાં આવ્યો છે.

આ યોજનાનો સૌથી મોટો લાભ એ છે કે પસંદગી પામેલા વિદ્યાર્થીઓ માટે MBBS અને BDS કોર્સની વાર્ષિક ટ્યુશન ફી માત્ર રૂ.24,000 છે. જ્યારે B.Sc. નર્સિંગ કોર્સ માટે વાર્ષિક ફી રૂ.10,000 રાખવામાં આવી છે. પ્રવેશ પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની કેપિટેશન ફી કે ડોનેશન લેવામાં આવતું નથી. જેના કારણે ખાનગી મેડિકલ કોલેજોની ઊંચી ફી ચૂકવવી મુશ્કેલ હોય તેવા શ્રમિક પરિવારોના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આ યોજના એક મહત્વની તક બની શકે છે.
📲Get App