🔥 ट्रेंडिंग Breaking news दशहरे के अवसर पर करौली में सड़क दुर्घट... ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા, ગુજરાતમાં... जैकि शroff ने महाराष्ट्र के मुख्यमंत्र... टेक्सास में पंजीकृत मतदाताओं की संख्या... महाराष्ट्र के सीएम फडनविस, जैकाई शॉर्फ...
20 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्वास्थ्य

સિવિલ હોસ્પિટલમાં ન્યુરોલોજી વિભાગમાં વિનામૂલ્યે EEG અને NCV સેવા શરૂ

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 20 अक्टू. 2026, 11:21 AM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સિવિલ હોસ્પિટલમાં સામાન્ય અને મધ્યમવર્ગીય દર્દીઓ માટે ન્યુરોલોજી વિભાગમાં EEG અને NCV તપાસની સુવિધા વિનામૂલ્યે ઉમેરાઈ છે, જેથી દર્દીઓને ખાનગી સેન્ટરોમાં જવાની જરૂરિયાત ઘટશે.

સિવિલ હોસ્પિટલમાં સામાન્ય અને મધ્યમવર્ગીય દર્દીઓ માટે વધુ એક મહત્વની આરોગ્ય સુવિધા ઉમેરાઈ છે. ન્યુરોલોજી વિભાગમાં EEG (ઇલેક્ટ્રો ઇન્સેફાલોગ્રાફી) તથા NCV (નર્વ કન્ડક્શન વેલોસિટી) સેવા હવે કાર્યરત થઈ છે. ખાનગી હોસ્પિટલ કે ડાયગ્નોસ્ટિક સેન્ટરોમાં જે ટેસ્ટ માટે 3થી 5 હજારનો ખર્ચ કરવો પડતો હતો, તે તમામ તપાસ હવે સિવિલમાં સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ બનશે.

હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. પારૂલ વડગામા, RMO ડો. લક્ષ્મણ ટહિલાણી તથા કિડની બિલ્ડિંગના નોડલ ઓફિસર ડો. ભરત ચાવડાના સંકલનથી આ સુવિધા ઊભી કરવામાં આવી છે. ન્યુરોલોજી વિભાગના HOD ડો. હરેશ પારેખના માર્ગદર્શન હેઠળ આ અદ્યતન મશીનરી કાર્યરત થઈ જતાં હવે મગજ અને ચેતા સંબંધિત દર્દી અને તેમના પરિવારજનોને નિદાન માટે ખાનગી સેન્ટરોમાં જવું નહીં પડે.

આ સુવિધા ચેતાઓને થયેલા નુકસાન અને તેના પ્રકારોને જાણવામાં મદદરૂપ થશે. EEG ટેસ્ટમાં માથાની ચામડી પર ઇલેક્ટ્રોડ લગાવી મગજના ન્યુરોન્સ દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત તરંગો રેકોર્ડ કરવામાં આવે છે. આ ટેસ્ટ વાઈ (આંચકી), દર્દીનું અચાનક બેભાન થવું, અનિદ્રા કે ઊંઘ સંબંધિત વિકૃતિઓ અને મગજની ગંભીર ઈજાના સચોટ મૂલ્યાંકન માટે અત્યંત જરૂરી છે.
📲Get App