🔥 TRENDING Net FDI Inflows in India Reach Five-Ye... Dharmesh Kant backs banks, mining, AI;... Chumbak Part 2 OTT Release Date Announ... Resident Evil Sees 61.64% Drop on Day... Mirzapur – The Movie Surges 91.18% on... ਐਮ-ਸੇਵਾ ਪੋਰਟਲ ਦੀ ਸਮੱਸਿਆ ਕਾਰਨ ਐਨਓਸੀ ਤੇ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
education

education

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 12 Sep 2026, 02:54 PM 👁 53
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

education

બારિયા કોલેજમાં રંગોળી અને ગીત સ્પર્ધા નું આયોજન

વાય.એસ.આર્ટ્સ એન્ડ કે. એસ.શાહ કોમર્સ કોલેજ દેવગઢબારિયા ખાતે તારીખ 11 સપ્ટેમ્બર 2026 ના રોજ વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતા,કલાત્મક અભિવ્યક્તિ અને સંગીત પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે કોલેજના આચાર્યશ્રી ડૉ .એમ. એન. ગોહિલ સાહેબ ની પ્રેરણાથી વિદ્યાર્થી યુનિયન ના ચેરમેન ડૉ.હીરપરા સાહેબ અને ડૉ.અનિતાબેન પટેલ તેમજ સી.ડબલ્યુ. ડી .સી.ના કોઓર્ડિનેટર ડૉ.પુષ્પાબેન ગોઠડીયાના માર્ગદર્શન હેઠળ રંગોળી અને ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બંને સ્પર્ધાઓમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
રંગોળી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વિવિધ રંગો અને આકર્ષક ડિઝાઇન દ્વારા પોતાની કલાત્મક પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું રંગોળી સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડૉ. રમીલાબેન પટેલ તેમજ ડૉ .અનિતાબેન પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી. રંગોળી સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પટેલ દીપિકાબેન પી. એ પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ ગીત સ્પર્ધા યોજાઈ હતી. ગીત સ્પર્ધામાં પણ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની ગાયન પ્રતિભા રજૂ કરી હતી. ગીત સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડૉ .સત્યપ્રકાશ સિંગ સાહેબ તેમજ ડૉ. રમીલાબેન પટેલે નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી. ગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પટેલ દક્ષાબેન જે. એ પ્રાપ્ત કર્યો હતો.સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. આવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને કલા સંસ્કૃતિ પ્રત્યેની અભિરુચિને વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે કોલેજના સમગ્ર અધ્યાપકશ્રીઓના સહયોગથી રંગોળી અને ગીત સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
📲Get App