🔥 TRENDING जालौन में पुलिस मुठभेड़: माता मंदिर से... NDRF Rescues Girl from 80‑ft Borewell... LPU Postpones Mid‑Term Exams, Suspends... Netanyahu Visits Abu Dhabi, Meets UAE... 23-Year-Old Missing After Saving Three... CCB raids four locations in Kallakuric...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

education

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 10 Aug 2026, 02:00 PM 👁 62
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

education

વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદીના આહવાન અનુસાર Y S Arts and K S Shah Commerce College, Devgadh Baria ખાતે તારીખ 10/8/2026ના રોજ વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો વિદ્યાર્થીઓમાં વ્યસન મુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું આયોજન કૉલેજના પ્રિન્સિપાલ ડૉ એમ એન ગોહિલ સાહેબ દ્વારા કરાયું હતું કાર્યક્રમ દરમિયાન પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિધાલયમાં થી આવેલ દીદી સુમિતાબેન, ક્રિષ્ના બેન તથા ધર્મેન્દ્રભાઈ દ્વારા વ્યસનથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. તમાકુ, ગુટખા, દારૂ તથા અન્ય હાનિકારક વ્યસનોથી દૂર રહેવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના 500 જેટલા વિધાર્થીઓએ ભાગ લીધો હતો.
કોલેજના ડૉ એસ બી પટેલે વિદ્યાર્થીઓએ વ્યસનમુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવાનો સંકલ્પ કરાવ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં વ્યસન સામે જાગૃતિ લાવીને સ્વસ્થ અને જવાબદાર સમાજના નિર્માણ માટે પ્રેરણા આપવાનો હતો.
કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ પૂજાબેન પટેલે કર્યુ હતું કાર્યક્રમ કાર્યક્રમના અંતે આભારવિધિ ડૉ અનિતાબેન પટેલે કરી કાર્યક્રમને સફળ બનાવ્યો.
📲Get App