education
બારીયા કોલેજમાં સરદાર વલ્લભભાઈ ની જન્મ જયંતી નિમિત્તે એકતા પરેડનું લાઈવ નિદર્શન
દેવગઢ બારીયા પોલીસ સ્ટેશન ખાતે વાય.એસ. આર્ટ્સ એન્ડ કે. એસ.શાહ કોમર્સ કોલેજ દેવગઢબારિયા મા તારીખ 31 ઓક્ટોબર 2026 ના રોજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે કોલેજના આચાર્ય ડૉ .એમ.એન.ગોહિલ સાહેબની પ્રેરણાથી એન.એસ.એસ.અને એન. સી.સી.ના કોર્ડીનેટર ડૉ.કાળુભાઈ સરવૈયા તેમજ એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડૉ.અનિતાબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે રાષ્ટ્રીય એકતા પરેડ નું લાઈવ નિદર્શન કરાવવામાં આવ્યું હતું. તેમજ શપથ ગ્રહણ વિદ્યાર્થીઓને કરાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં કોલેજના એન.એસ.એસ.,એન.સી.સી. તેમજ સ્પોર્ટ્સ વિભાગના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય એકતા પરેડનું જીવંત પ્રસારણ નિહાળી અને સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતા,અખંડિતતા માંથી પ્રેરણા મેળવી હતી.આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, એકતા ,શિષ્ટ અને સામાજિક જવાબદારીની ભાવના વધુ મજબૂત બને તેવો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.
આમ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી નિમિત્તે યોજાયેલા લાઇવ પ્રસારણ નો કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાઈ અને રાષ્ટ્રભાવના જગાડનારો બની રહ્યો હતો.