🔥 TRENDING Net FDI Inflows in India Reach Five-Ye... Dharmesh Kant backs banks, mining, AI;... Chumbak Part 2 OTT Release Date Announ... Resident Evil Sees 61.64% Drop on Day... Mirzapur – The Movie Surges 91.18% on... ਐਮ-ਸੇਵਾ ਪੋਰਟਲ ਦੀ ਸਮੱਸਿਆ ਕਾਰਨ ਐਨਓਸੀ ਤੇ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
education

education

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 16 Sep 2026, 03:50 PM 👁 48
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

education

બારિયા કોલેજમાં નિબંધ સ્પર્ધાનું આયોજન
વાય.એસ.આર્ટસ એન્ડ કે. એસ.શાહ કોમર્સ કોલેજ દેવગઢબારિયા ખાતે તારીખ 10 સપ્ટેમ્બર 2026 ના રોજ વિદ્યાર્થીઓમાં લેખન કૌશલ્ય સર્જનાત્મકતા અને વિચાર શક્તિનો વિકાસ થાય તે હેતુથી નિબંધ સ્પર્ધા નું આયોજન કોલેજના આચાર્યશ્રી ડૉ.એમ.એન. ગોહિલ સાહેબ ની પ્રેરણાથી વિદ્યાર્થી યુનિયન ના ચેરમેન ડૉ. હીરપરા સાહેબ તેમજ ડૉ.અનિતાબેન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિદ્યાર્થીએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અને પોતાના વિચારોને સુંદર તથા અસરકારક રીતે રજૂ કર્યા હતા.
નિબંધ સ્પર્ધામાં સુપરવાઇઝર તરીકે ડૉ.પૂજાબેન પટેલે જ્યારે નિર્ણાયક તરીકે ડૉ.અંબાલાલ રાઠવા સાહેબે પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. તેમણે વિદ્યાર્થીઓના નિબંધોનું વિષયવસ્તુ,ભાષાશૈલી, રજૂઆત, વિચારોની મૌલિકતા અને સર્જનાત્મક ના આધારે મૂલ્યાંકન કર્યું હતું. સ્પર્ધાના પરિણામમાં પ્રથમ ક્રમાંક પઠાણ ફાતિમા, દ્વિતીય ક્રમાંક પટેલ રાધા જ્યારે તૃતીય ક્રમાંક બારીયા યુમતાબેન અને કોળી પાર્વતીબેન એ પ્રાપ્ત કર્યો હતો.
વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને અન્ય તમામ સ્પર્ધક વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર સ્પર્ધા વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી બની રહી હતી.
આમ નિબંધ દ્વારા વિદ્યાર્થીઓમાં પોતાની અભિવ્યક્તિ લેખન ક્ષમતા અને સર્જનાત્મક,વિચાર શક્તિ વિકસાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોલેજના તમામ અધ્યાપકોના સહયોગથી આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
📲Get App