🔥 TRENDING அரசு ஆண்கள் மேல்நிலைப்பள்ளியில், 1993... Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
education
Education

education

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 04 Aug 2026, 11:47 AM 👁 55
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

education

વાય.એસ.આર્ટ્સ એન્ડ કે. એસ. શાહ કોમર્સ કોલેજ દેવગઢબારિયા માં આપત્તિ વ્યવસ્થાપન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
વાય.એસ. આર્ટસ એન્ડ કે. એસ.શાહ કોમર્સ કોલેજ દેવગઢબારિયા માં એન.એસ.એસ., એન.સી.સી. તથા એન.ડી.આર.એફ. ની ટીમ ના સંયુક્ત ઉપક્રમે આપત્તિ વ્યવસ્થાપન અને બચાવ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન તારીખ 3/ 8/ 2026 ના રોજ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એમ.એન. ગોહિલ સાહેબ દ્વારા એન.ડી.આર.એફ. ટીમના કેપ્ટન ભરતભાઈ તથા ટીમના સભ્યો નો પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કર્યું.
એન. ડી.આર. એફ.ની ટીમના કેપ્ટન ભરતભાઈ તેમજ તેમના અન્ય સભ્યો દ્વારા ભૂકંપ, પૂર,આગ,વીજ અકસ્માત, સર્પદંશ સહિત વિવિધ કુદરતી અને માનવસર્જિત આપત્તિ દરમિયાન કેવી રીતે સતર્ક રહેવું અને બચાવ કાર્ય કરવું તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ઉપરાંત ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક પ્રાથમિક સારવાર, સી.પી.આર. આપવાની પદ્ધતિ તથા આપત્તિના સમયે અપનાવાની સાવચેતીઓ અંગે પ્રાયોગિક માર્ગદર્શન અને મોકડ્રિલનુ આયોજન કરવામાં આવ્યું.
વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લઈ વિવિધ બચાવતકનીકોને પ્રત્યક્ષ રીતે નિહાળી. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી અને જ્ઞાનવર્ધક સાબિત થયો.
📲Get App