🔥 TRENDING Tamil Nadu Bypolls in Madhuranthakam a... Tamil Nadu Government Announces New TN... वॉटर पार्कजवळ तरुणाचा रहस्यमय मृत्यू,... Tamil Nadu Bypoll Results Declared: TV... MP Chief Minister Mohan Yadav to Visit... Madhya Pradesh Considers Technical Tex...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

"પી.એમ. કિસાન યોજના"ના લાભાર્થીઓએ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા વાર્ષિક ‘e-KYC’ ફરજિયાત પૂર્ણ કરવું

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 09 Oct 2026, 09:32 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
"પી.એમ. કિસાન યોજના"ના લાભાર્થીઓએ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા વાર્ષિક ‘e-KYC’ ફરજિયાત પૂર્ણ કરવું

અમરેલી તા. ૦૮ ઓક્ટોબર
ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ સહાય મેળવવા માટે તમામ નોંધાયેલા લાભાર્થી ખેડૂતો માટે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન આધારિત e-KYC પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી છે. ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર, દરેક લાભાર્થીએ દર નાણાકીય વર્ષના પ્રથમ હપ્તા (એપ્રિલ-જુલાઈ) ના વિતરણ પહેલાં પોતાનું વાર્ષિક e-KYC પૂર્ણ કરાવવું અનિવાર્ય છે. જે લાભાર્થીઓ સમયસર આ પ્રક્રિયા પૂર્ણ કરશે, માત્ર તેઓને જ પી.એમ. કિસાન યોજનાનો આગામી હપ્તો મળવાપાત્ર રહેશે. આથી અમરેલી જિલ્લાના તમામ ખેડૂત મિત્રોને જણાવવામાં આવે છે કે, વર્ષ ૨૦૨૬-૨૭ માટેનું આ વાર્ષિક e-KYC ફરજિયાતપણે પૂર્ણ કરી લેવું.

આ e-KYC ની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સરકાર દ્વારા ત્રણ સરળ પદ્ધતિઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પ્રથમ પદ્ધતિ અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ વિલેજ નોડલ ઓફિસર દ્વારા PM-KISAN મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ફેસ ઓથેન્ટિકેશન મારફતે e-KYC પૂર્ણ કરી શકાય છે. બીજી પદ્ધતિમાં ખેડૂતો નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે રૂબરૂ જઈને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા પોતાનું ઇ-કેવાયસી કરાવી શકે છે. ત્રીજી પદ્ધતિ અનુસાર, લાભાર્થી ખેડૂત સ્વયં પોતાના મોબાઇલમાં PM-KISAN એપ ડાઉનલોડ કરી, તેમાં બેનિફિશિયરી વિકલ્પ પસંદ કરીને પોતાના આધાર નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર દ્વારા ફેસ ઓથેન્ટિકેશનથી પોતાનું તેમજ અન્ય ૧૦૦ લાભાર્થીઓનું e-KYC ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી શકે છે.

જિલ્લાના તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓનું e-KYC સમયમર્યાદામાં પૂર્ણ થાય અને કોઈ પણ ખેડૂત આગામી હપ્તાના આર્થિક લાભથી વંચિત ન રહી જાય તે માટે ગામડાઓમાં વ્યાપક જનજાગૃતિ, પ્રચાર-પ્રસાર અને વિશેષ કેમ્પોનું આયોજન કરવામાં આવશે. આ કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટે ગામદીઠ ઓછામાં ઓછા ૦૫ સ્થાનિક યુવાનોને PM-KISAN મોબાઇલ એપ્લિકેશન દ્વારા ઈ-કેવાયસી કરવાની તકનિકી તાલીમ આપીને કેમ્પેઈન મોડમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

અમરેલી જિલ્લાના તમામ ખેડૂત લાભાર્થીઓએ સમયસર પોતાનું વાર્ષિક e-KYC પૂર્ણ કરાવી લેવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. આ બાબતે વધુ માહિતી કે, માર્ગદર્શનની જરૂરિયાત હોય તો ખેડૂતો પોતાના ગામના તલાટી કમ મંત્રીશ્રી, સિટી તલાટીશ્રી અથવા તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીશ્રી (TDO) અને મામલતદારશ્રીઓનો સંપર્ક કરી શકે છે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
📲Get App