🔥 TRENDING प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s... Analyst Criticizes Taylor Swift’s ‘Cle... Taylor Swift Shines in Black‑Silver Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જેતપુરમાં પત્રકારો સામે નોંધાતી ફરિયાદોમાં તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસની માંગ સાથે Dy.SP ને આવેદનપત્ર પાઠવાયું
Local

જેતપુરમાં પત્રકારો સામે નોંધાતી ફરિયાદોમાં તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસની માંગ સાથે Dy.SP ને આવેદનપત્ર પાઠવાયું

✍️ Reporter: Chauhan sanjaybhai 🗓 20 Aug 2026, 12:46 PM 👁 58
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જેતપુર:
જેતપુર શહેર અને તાલુકામાં પત્રકારત્વનું કાર્ય કરતા મીડિયાકર્મીઓ સામે બદલાની ભાવનાથી થતી ખોટી ફરિયાદો અટકાવવા અને તટસ્થ તપાસની માંગ સાથે જેતપુર શહેર-તાલુકા પત્રકાર સંઘ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક (Dy.S.P.) ને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જેતપુર પત્રકાર સંઘના પ્રમુખ મનોજ પારધી તથા હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારો સમાજમાં બનતી વિવિધ ઘટનાઓ, ગુનાહિત બાબતો, સરકારી કચેરીઓની ગેરરીતિઓ તથા જનતાની સાર્વજનિક સમસ્યાઓને ઉજાગર કરવાનું નિષ્ઠાપૂર્વક કાર્ય કરે છે.
સત્યને સમાજ સમક્ષ રજૂ કરવું એ પત્રકારોનો ધર્મ છે. જોકે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા, પર્યાવરણને નુકસાન પહોંચાડતા કે જાહેર જીવનમાં બેદરકારી દાખવતા કેટલાક અસામાજિક તત્વો પોતાની ગેરરીતિઓ છતી થવાના ડરે પત્રકારો પ્રત્યે પૂર્વગ્રહ રાખી બદલાની ભાવનાથી ખોટી પોલીસ ફરિયાદો નોંધાવવાની પેરવી કરતા હોય છે.
આ સંજોગોને ધ્યાને રાખી પત્રકાર સંઘે પોલીસ તંત્ર સમક્ષ માંગણી કરી છે કે, ભવિષ્યમાં કોઈપણ પત્રકાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાય ત્યારે ફરિયાદી પાસેથી ફરિયાદના અનુસંધાને પૂરતા પુરાવા મેળવી, સમગ્ર મામલે તટસ્થ અને જીણવટભરી તપાસ કર્યા બાદ જ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
આ સાથે સંઘે સ્પષ્ટતા કરી હતી કે, કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરતા કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કોઈપણ પત્રકાર કે વ્યક્તિની સંઘ ક્યારેય હિમાયત કરતું નથી, પરંતુ નિષ્પક્ષ પત્રકારોને ખોટી રીતે હેરાનગતિ ન થાય તે જોવું પણ એટલું જ જરૂરી છે.
📲Get App