🔥 TRENDING બારડોલીના તરભોણ ગામે સોલાર પ્લાન્ટમાંથ... ਰਾਵਣ ਦੇ ਨਾਲ ਫੂਕਿਆ ਜਾਵੇਗਾ ''ਕਾਕਰੋਚ'' ਦਾ... સુરતના વાંકલ ગામના મા અંબાજી મંદિરે નવ... સુરત ગ્રામ્યમાં પશુ ક્રૂરતાના ગુનામાં... লোধাদের দ্বারা মানবতার উৎসব2026 સુરતના પલસાણા તાલુકાના તાંતીથૈયા ગામમા...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત DRI દ્વારા રૂ. 10 કરોડના સોનાના દાણચોરી કૌભાંડનો પર્દાફાશ, બે આરોપીઓની ધરપકડ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 20 Oct 2026, 11:09 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા દુબઈથી સુરત આવતા પેસેન્જરને ઇન્ટરસેપ્ટ કરીને રૂપિયા 10 કરોડના 6.9 કિલો સોનાના દાણચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં વડોદરાના બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરાઈ છે.

સુરત ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા રૂપિયા 10 કરોડના 6.9 કિલો સોનાના દાણચોરીના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં સ્મગલરોની 'મોડસ ઓપરેન્ડી' (MO) ખૂબ જ ચોંકાવનારી હતી, જેમાં પેસેન્જરોને મફતમાં દુબઈ ફરવાની લાલચ આપીને તેમની પાસે કસ્ટમથી બચવા 500 ગ્રામની લિમિટમાં જ ગોલ્ડ લાવવામાં આવતું હતું. સુરત DRIની ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરીને વડોદરાથી ટિકિટ બુક કરાવનાર અને સોનાની ભઠ્ઠી ચલાવનાર બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહીથી દાણચોરીના એક મોટા નેટવર્કની કડીઓ ખુલ્લી પડી છે.

દુબઈ-સુરત ફ્લાઈટમાં DRIનું ઓપરેશન અને ઇન્ટરસેપ્શન ગત 15 ઓક્ટોબર 2026ના રોજ દુબઈથી સુરત આવતી ઈન્ડિગો ફ્લાઈટમાં સુરત DRI દ્વારા એક વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બાતમીના આધારે DRI ની ટીમે દુબઈથી આવતા ભરૂચના મુહમ્મદ આરિફ પટેલ નામના પેસેન્જરને ઇન્ટરસેપ્ટ કર્યો હતો. સાંજે તેની તપાસ અને ઇન્વેસ્ટિગેશન પૂર્ણ થયા બાદ આખા રેકેટનો ભાંડો ફૂટ્યો હતો અને તેમાં વડોદરાના બે નવા નામો સામે આવ્યા હતા.
📲Get App