🔥 TRENDING Tamil Nadu government revokes controve... Massive protest erupts in Ujjain over... Ujjain mosque demolition sparks stone‑... Snowfall Traps 136 Mountaineers in Utt... Adani Group pledges Rs 1 trillion inve... 11.12 lakh West Bengal ration cards de...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

દિવાળીના તહેવાર પહેલાં વીજ બિલમાં વધારો: DGVCL દ્વારા બેઝ ચાર્જમાં 15 પૈસા વધારો

✍️ Reporter: Dhaval Maheta 🗓 21 Sep 2026, 11:44 AM 👁 44
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિવાળીના તહેવાર નજીક આવતાં, DGVCL એ વીજ બિલમાં ફ્યુઅલ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ સરચાર્જમાં વધારો કર્યો, બેઝ ચાર્જ 2.30 થી 2.45 પ્રતિ યુનિટ વધ્યો.

દિવાળીના તહેવાર નજીક આવતાં સામાન્ય પરિવારો, દુકાનદારો અને નાના-મોટા વેપારીઓના બજેટ પર વીજ બિલનો વધારાનો બોજ આવશે. DGVCL સહિત રાજ્યની સરકારી વીજ વિતરણ કંપનીઓએ વીજ બિલમાં વસૂલાતા ફ્યુઅલ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ સરચાર્જ (FPPAS)માં વધારો કર્યો છે.

અત્યાર સુધી ગ્રાહકો પાસેથી પ્રતિ યુનિટ 2.30નો બેઝ ચાર્જ લેવાતો હતો, જે હવે વધારીને 2.45 પ્રતિ યુનિટ કરવામાં આવ્યો છે. એટલે કે માત્ર બેઝ ચાર્જમાં જ 15 પૈસા પ્રતિ યુનિટનો સીધો વધારો થયો છે.

આ ઉપરાંત બિલમાં 3.99%નો વધારાનો ચાર્જ પણ લાગશે. આ ચાર્જ માત્ર વપરાયેલા યુનિટ પર નહીં, પરંતુ નિયમ મુજબ ગણાતા વીજ વપરાશના ચાર્જ તથા ફિક્સ ચાર્જના આધારે લાગુ થશે. પરિણામે ગ્રાહકના વપરાશ અને કેટેગરી પ્રમાણે કુલ બિલમાં યુનિટદીઠ અંદાજે 30થી 45 પૈસા જેટલી અસર પડી શકે છે.

ઉદ્યોગો-કોમર્શિયલ એકમોને સૌથી વધુ ફટકો: વીજ યુનિટ દીઠ દરમાં વધારને કારણે સૌથી મોટી અસર ઉદ્યોગકારો અને કોમર્શિયલ એકમોને થશે. ડીજીવીસીએલની કુલ વીજળીમાં 80 ટકાથી વધારે વીજળી આ બે ક્ષેત્રે જ વપરાય છે, જેથી તેમને સૌથી વધુ અસર પડશે.
📲Get App