🔥 ट्रेंडिंग तालीम आलम ने अपने आवास पर की पत्रकार व... फरीदाबाद में शराब के आहते और गोदाम में... હિંમતનગર: લગ્નના 4 મહિનામાં પત્નીના શં... सुप्रीम कोर्ट ने बिहार‑झारखंड के पात्र... झारखंड हाई कोर्ट ने राज्य को मानवाधिका... झारखंड सरकार ने दुर्गा पूजा के लिए कड़...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
खेल

સાબરકાંઠામાં DGP કપ એથ્લેટિક્સ અને સાયક્લિંગ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 28 सित. 2026, 09:00 PM 👁 27
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબર સ્ટેડિયમ, હિંમતનગર ખાતે સાબરકાંઠા પોલીસના યજમાનપદે "DGP CUP ATHLETICS & CYCLING – 2026" સ્પર્ધાનો શુભારંભ થયો છે, જેમાં રાજ્યભરની 22 ટીમોના 450થી વધુ પોલીસકર્મીઓ ભાગ લઈ રહ્યા છે..

સાબરકાંઠા પોલીસના યજમાનપદે સાબર સ્ટેડિયમ, હિંમતનગર ખાતે "DGP CUP ATHLETICS & CYCLING – 2026" નો ભવ્ય પ્રારંભ થયો છે. આ રાજ્યકક્ષાની રમતસ્પર્ધામાં ગુજરાત પોલીસની વિવિધ રેન્જ, સિટી અને યુનિટની કુલ 22 ટીમોના 450થી વધુ પોલીસ અધિકારી અને કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે.ઉદ્ઘાટન સમારોહમાં ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ અને સાબરકાંઠાના પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ સ્પર્ધા શિસ્ત, શક્તિ, ટીમવર્ક અને ખેલભાવનાના પ્રદર્શન માટે એક મંચ પૂરો પાડે છે..

આ સ્પર્ધામાં કુલ 24 એથ્લેટિક્સ સ્પર્ધાઓ યોજાશે, જેમાં દોડ, કૂદ, ફેંક જેવી વિવિધ ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સાઇક્લિંગની પણ વિવિધ સ્પર્ધાઓ યોજાશે. ખેલાડીઓ પોતાની શક્તિ, ઝડપ, સહનશક્તિ અને ખેલભાવનાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે.આ સ્પર્ધા 28 સપ્ટેમ્બરથી 01 ઑક્ટોબર 2026 સુધી સાબર સ્ટેડિયમ, હિંમતનગર ખાતે યોજાશે. આ કાર્યક્રમ પોલીસ દળના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા તેમજ પરસ્પર સ્પર્ધા અને સહકારની ભાવના કેળવવાના ઉમદા હેતુ સાથે આયોજિત કરવામાં આવ્યો છે.
📲Get App