🔥 TRENDING त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS Makes History at 2026 MTV VMAs, Wi... Vidya Vox Raises Alarm: AI Steals from... Mumbai to Experience Light Rain and Th... Bank of Maharashtra Stock Sees RSI Tre...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વાગરા તાલુકાની DAK CHEMICALS માં આગ ફાટી, આર્થિક નુકસાન લાખો રૂપિયા
Local

વાગરા તાલુકાની DAK CHEMICALS માં આગ ફાટી, આર્થિક નુકસાન લાખો રૂપિયા

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 15 Sep 2026, 08:48 PM 👁 50
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાગરા તાલુકાની DAK CHEMICALS PVT. LTD. માં અચાનક આગ લાગી, કંપનીને લાખો રૂપિયાનો મોટો આર્થિક નુકસાન થયું.

વાગરા તાલુકાની સાયખા GIIDC વિસ્તારમાં સ્થિત DAK CHEMICALS PVT. LTD. માં અચાનક આગ લાગી, જેના કારણે કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં ફેલાઈ ગયા.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ કંપનીને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન થયું છે.

આ દુર્ઘટનાએ આસપાસના વિસ્તારમાં ભારે ચિંતા અને દોડધામ મચાવી દીધી, અને નજીકના રહેવાસીઓએ આગને નિયંત્રિત કરવા માટે મદદની વિનંતી કરી.

સ્થાનિક અગ્નિશામક દળ અને સંબંધિત સત્તાવાળાઓએ તાત્કાલિક કાર્યવાહી કરી, આગને બુઝાવી અને તપાસ ચાલુ રાખી.

વાગરા તાલુકો સાયખા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી DAK CHEMICALS PVT. LTD. માં અચાનક આગ ફાટી નીકળવાની મોટી દુર્ઘટના સામે આવી છે. કંપનીના પરિસરમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં ફેલાઈ જતા આસપાસના વિસ્તારમાં ભારે ચિંતા અને દોડધામ મચી ગઈ હતી.
​આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે. પ્રાથમિક અંદાજ લગાડવામાં આવી રહ્યો છે કે આ અકસ્માતમાં કંપનીને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન થયું છે.
​સદનસીબે આ ભીષણ આગની દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, જેના કારણે સૌએ રાહતનો શ્વાસ લીધો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ૬ થી વધુ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો ભારે મારો ચલાવ્યો હતો. આ ઉપરાંત, સુરક્ષા અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે વાગરા પોલીસ પણ ત્વરિત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સ્થિતિ પર કાબૂ મેળવવાની કામગીરીમાં જોડાઈ હતી.
​આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ તંત્ર દ્વારા નુકસાનના ચોક્કસ આંકડા અને આગ લાગવા પાછળના કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
📲Get App