🔥 TRENDING Up police constable राकेश टिकैत ने ललितपुर में किसानों की... தமிழ்நாட்டில் இன்று 5 மாவட்டங்களில் கன... गुना: चार शातिर बाइक चोर गिरफ्तार, 24... श्री राम यात्रा कंपनी गिरधरपुरा कोटा द... મેગા સ્વછતા અભિયાન
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
CM ભુપેન્દ્ર પટેલની નિર્ણયથી MSME ઉદ્યોગકારો માટે સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની રાહત
Business

CM ભુપેન્દ્ર પટેલની નિર્ણયથી MSME ઉદ્યોગકારો માટે સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની રાહત

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 02 Sep 2026, 05:12 PM 👁 57
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

GIDC એમ્નેસ્ટી સ્કીમ હેઠળ પાત્ર MSME એકમોને જૂના ઔદ્યોગિક પ્લોટ/શેડ તબદીલી વ્યવહારોમાં બાકી રહેલી સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની રાહત મળશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા લેવાયેલ મહત્વપૂર્ણ નિર્ણય મુજબ, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) એમ્નેસ્ટી સ્કીમ હેઠળ પાત્ર MSME એકમોને જૂના ઔદ્યોગિક પ્લોટ અથવા શેડની તબદીલી વ્યવહારોમાં બાકી રહેલી સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની રાહત આપવામાં આવશે.

આ રાહતથી જૂની બાકી સ્ટેમ્પ ડ્યુટી અને સંબંધિત ભારે પેનલ્ટીનું નાણાકીય ભારણ નોંધપાત્ર રીતે ઘટશે. પાત્રતા ધરાવતા MSME ને આ સ્કીમનો લાભ લેવા માટે સરળ અને પારદર્શક પ્રક્રિયા અપનાવવામાં આવી છે.

નાણાકીય ભારણમાં ઘટાડો થવાથી નવા ઉદ્યોગોની સ્થાપના અને હાલના ઉદ્યોગોના વિસ્તરણને પ્રોત્સાહન મળશે, તેમજ ઉદ્યોગસ્નેહી વાતાવરણ સર્જાશે. ઉદ્યોગકારો આ પગલાને સહકાર અને વિકાસ માટે મહત્વપૂર્ણ માનતા છે.
📲Get App