🔥 ट्रेंडिंग Kerala Gears Up for FIFA World Cup Cel... श्री नितीश कुमार ने उर्मिला चौधरी के च... IT Stocks Drive Indian Market Open Hig... छतरपुर में 730 बोरी नकली खाद और लोडर व... Chhattisgarh Woman Clears 19 Governmen... અમદાવાદની શેઠ CN વિદ્યાલયમાં ધોરણ 9ના...
24 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्वास्थ्य

દાહોદના સાગડાપાડામાં રૂ. ૨ કરોડના નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઈ-ખાતમુહૂર્ત

✍️ रिपोर्टर: Pankaj Pandit 🗓 24 अक्टू. 2026, 03:15 PM 👁 20
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના સાગડાપાડા ગામે રૂ. ૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઈ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે.

દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના સાગડાપાડા ગામે રૂ. ૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઈ-ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તથા આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી પ્રફુલભાઈ છગનભાઈ પાનસેરિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રદેશ પ્રમુખશ્રી શંકરભાઈ અમલીયાર, દાહોદ જિલ્લા પંચાયતની જાહેર આરોગ્ય સમિતિનાં અધ્યક્ષશ્રીમતી ડામોર સુમનબેન મુકેશભાઈ, બાંધકામ સમિતિનાં અધ્યક્ષશ્રીમતી કટારા નંદાબેન રમેશભાઈ, દાહોદ જિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી (A.D.H.O.) આમલીયાર જલ્પાબેન તેમજ ઝાલોદ તાલુકાના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ડામોર, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી (T.H.O.), તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, સાગડાપાડા ગામના સરપંચશ્રી તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

સાગડાપાડા ગામે નિર્માણ પામનાર આ નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી સાગડાપાડા સહિત આસપાસનાં ગામોના નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ થશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોને સમયસર સારવાર, પ્રાથમિક તબીબી સુવિધાઓ અને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનો વધુ લાભ મળશે.

આ આરોગ્ય કેન્દ્રના નિર્માણથી વિસ્તારની આરોગ્ય સુવિધાઓ વધુ સુદૃઢ બનશે અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સુલભ તથા ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન મળશે.
📲Get App