Crime
અમદાવાદમાં 'સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી' નું ૧૫૯ કરોડનું બોગસ ડોનેશન કૌભાંડ; આવકવેરા વિભાગ દ્વારા CID માં ફરિયાદ
આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદના CID ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બોગસ પોલિટિકલ ફંડના કૌભાંડથી સરકારી તિજોરીને ૧૫૫ કરોડ રૂપિયાનું મોટું નુકસાન થયું હોવાનો આરોપ છે.
અમદાવાદમાં રાજકીય પક્ષ 'સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી' ના ૧૫૯ કરોડ રૂપિયાના બોગસ ડોનેશન કૌભાંડનો પર્દાફાશ થયો છે. આવકવેરા વિભાગ દ્વારા CID ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ પાર્ટી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કૌભાંડમાં બોગસ દાન અને કરચોરી દ્વારા સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો થયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આવકવેરા વિભાગના આરોપ મુજબ, સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીના બોગસ પોલિટિકલ ફંડના કૌભાંડથી સરકારી તિજોરીને ૧૫૫ કરોડ રૂપિયાનું મોટું નુકસાન થયું છે. આ પાર્ટી માત્ર દાનમાં આવતી રકમ થકી કમાવવા માટે ઊભી કરવામાં આવી હતી. ડોનેશન આપનાર લોકોને ૮% થી ૯% કમિશન કાપી રોકડ પરત કરવામાં આવતી હતી, જેનાથી સરકારી ખજાનામાં મોટી રકમનો ગુમાવો થયો.
આ કૌભાંડમાં ચૂંટણી પંચ સમક્ષ દાન અંગેનો બોગસ કન્ટ્રીબ્યુશન રિપોર્ટ અને ખોટો ઓડિટ રજૂ કરવામાં આવ્યો હતો. આવકવેરા વિભાગ દ્વારા સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્ર તિવારી, ટેક્સ કન્સલ્ટન્ટ મેહુલ ખત્રી અને CA મયુરસિંહ રાઠોડ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસની તપાસ CID દ્વારા હાથ ધરવામાં આવી છે.