🔥 TRENDING राजस्थान: खाद्य सुरक्षा योजना में अपात... Young leader Nikhil Kumaraswami welcom... नवादा: रोह में राजकीय डिग्री कॉलेज की... Maharashtra Reschedules MHT-CET 2027 t... પોલીસ દ્વારા સાયબર સુરક્ષા અને છેતરપિં... Eight BJP and Two SP Candidates Electe...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

CEIR પોર્ટલની મદદથી રાજુલા પોલીસે ગુમ થયેલા ₹50 હજારના બે મોબાઇલ શોધી મૂળ માલિકોને પરત કર્યા

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 09 Oct 2026, 06:50 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
CEIR પોર્ટલની મદદથી રાજુલા પોલીસે ગુમ થયેલા ₹50 હજારના બે મોબાઇલ શોધી મૂળ માલિકોને પરત કર્યા

રાજુલા: “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલી મિલકત મૂળ માલિકોને પરત કરવાની કામગીરીના ભાગરૂપે રાજુલા પોલીસ સ્ટેશન ટીમે CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલા બે મોબાઇલ ફોન શોધી કાઢી બંને મોબાઇલ તેમના મૂળ માલિકોને પરત કર્યા છે. બંને મોબાઇલની કુલ કિંમત રૂ.50,000 જેટલી થાય છે.

ભાવનગર રેન્જ આઈ.જી. શ્રી આઈ.વી. અસારી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ મિલકત ગુમ થવાના બનાવોમાં સત્વરે મિલકત શોધી મૂળ માલિકોને પરત કરવા તેમજ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમને સફળ બનાવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ દ્વારા અમરેલી જિલ્લામાં CEIR પોર્ટલનો મહત્તમ ઉપયોગ કરી ખોવાયેલા તથા ચોરી થયેલા મોબાઇલ ફોન શોધી કાઢવા તા.05/10/2026થી તા.11/10/2026 દરમિયાન વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અનુસંધાને રાજુલા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી વી.એમ. કોલાદરાની રાહબરીમાં ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જેમાં રાજુલા ખાતે રહેતા મૌલિકભાઈ કિશોરભાઈ રીબડિયાનો રૂ.29,000ની કિંમતનો વીવો કંપનીનો મોબાઇલ રાજુલા ટાઉન વિસ્તારમાં ગુમ થયો હતો. જ્યારે દુષ્યંતભાઈ ભાસ્કરભાઈ ભટ્ટ, રહે. રાજુલાનો રૂ.21,000ની કિંમતનો વીવો કંપનીનો મોબાઇલ વાવેરા ગામે માતાજીના દર્શન કરવા જતા ગુમ થયો હતો.

બંને અરજદારોએ મોબાઇલ ગુમ થયાની અરજી રાજુલા પોલીસ સ્ટેશનમાં આપ્યા બાદ પોલીસે CEIR પોર્ટલની મદદથી ટેકનિકલ તપાસ હાથ ધરી બંને મોબાઇલ ફોન શોધી કાઢ્યા હતા. ત્યારબાદ કુલ રૂ.50,000ની કિંમતના બંને મોબાઇલ ફોન મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.

આ કામગીરીથી રાજુલા પોલીસ ટીમે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમને વધુ એક વખત સાર્થક કર્યો છે.

કામગીરી કરનાર: રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી વી.એમ. કોલાદરા તથા રાજુલા પોલીસ સ્ટેશનની ટીમ.
📲Get App