🔥 TRENDING Prashant Kishor says JDU will win no m... Zee Business Urges Investors to Await... MSRTC to Lease Surplus Land on 98‑Year... Maharashtra Farmers Sell Cattle as Dro... Premada Oorali set for OTT release, st... Maharashtra CM Fadnavis Warns of Water...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

શામળાજી પોલીસે CEIR પોર્ટલની મદદથી ₹૫૯,૯૯૯નો ગુમ થયેલ આઇફોન શોધી કાઢ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 09 Oct 2026, 03:14 PM 👁 34
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લામાં શામળાજી પોલીસે નાગરિકોની સુવિધા માટે કાર્યરત CEIR પોર્ટલનો ઉપયોગ કરીને એક નાગરિકનો ₹૫૯,૯૯૯ની કિંમતનો ગુમ થયેલ આઇફોન શોધી કાઢ્યો છે. આ મોબાઇલ ફોન "તેરા તુજ કો અર્પણ"ના ધોરણે અરજદારને પરત સોંપવામાં આવ્યો છે..

અરવલ્લીમાં-:
શામળાજી પોલીસે ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે.પોલીસ દ્વારા CEIR પોર્ટલની મદદથી ₹૫૯,૯૯૯ની કિંમતનો એક આઇફોન ગણતરીના દિવસોમાં શોધી કાઢવામાં આવ્યો છે. આ મોબાઇલ ફોન "તેરા તુજ કો અર્પણ"ના સિદ્ધાંત મુજબ અરજદારને સુરક્ષિત રીતે પરત સોંપવામાં આવ્યો છે.આ કાર્યવાહી ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અને મોડાસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે ડી વાઘેલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.અરવલ્લી જિલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા, ગુમ થયેલ કે ચોરાયેલ મોબાઇલ ફોન પરત મેળવવા અને ન્યાય પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે આ સૂચનાઓ આપવામાં આવી હતી..

શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ એસ માલના નિર્દેશ હેઠળ પોલીસ સ્ટાફના માણસોએ CEIR પોર્ટલનો ઉપયોગ કરીને ગુમ થયેલ મોબાઇલ ફોનનું લોકેશન મેળવ્યું.આઇફોન 12 મોડલ જેની કિંમત ₹૫૯,૯૯૯ છે, તે સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યો.આ પ્રશંસનીય કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર એસ એસ માલ,હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ કેશુભાઈ અને આઇ ટી એક્સપર્ટ ઉત્પલ પટેલની ભૂમિકા મહત્વની રહી.શામળાજી પોલીસની આ કાર્યવાહીથી નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.
📲Get App