🔥 TRENDING Atul Purohit Promises Three New Garba... Delhi Police Detain Protestors During... Masked Bandits Raid Jewelers' House, S... Life imprisonment for Ajay Saini in Sa... ఆదిలాబాద్: వాయిపేటలో పోలీసులపై దాడి समस्तीपुर में ओलावृष्टि से धान, मक्का...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદ: રામોલ વિસ્તારમાં જાહેર રસ્તા પર યુવતી પર બે ઈસમો દ્વારા દંડા વડે જીવલેણ હુમલો, CCTV સામે આવ્યા

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 10 Oct 2026, 04:50 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના રામોલ વિસ્તારમાં જાહેર રસ્તા પર રાત્રિ દરમિયાન એક યુવતી પર બે ઈસમો દ્વારા દંડા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ રામોલ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જાહેર રસ્તા પર રાત્રિ દરમિયાન એક યુવતી પર બે અજાણ્યા ઈસમો દ્વારા દંડા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવતીના મોઢાના ભાગે ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના સમયે યુવતી એકટીવા પર રસ્તા પર ઉભી હતી અને તેની સાથે એક યુવક પણ હાજર હતો. તે દરમિયાન એકટીવા પર આવેલા બે ઈસમોએ અચાનક યુવતી અને તેની સાથે ઉભેલા યુવક પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવતી પર દંડા વડે પ્રહાર કર્યા હતા.

આ સમગ્ર ઘટના રામોલ વિસ્તારના જાહેર રસ્તા પર બની હતી અને તેના CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે. આ ફૂટેજમાં હુમલાખોરો સ્પષ્ટપણે જોઈ શકાય છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને હુમલાખોરોને ઝડપી પાડવાના પ્રયાસો શરૂ કર્યા છે.
📲Get App