🔥 TRENDING Vvaan Nets ₹47.16 Crore in First Weeke... Mallika Sherawat Says She Doesn't Reme... New Song 'Jai Ambe Bol' Featured in Th... Purusharth Jain Releases New Music Vid... Stevie Wonder Drops Four Unreleased Tr... Bihar Weather Takes U-Turn, Climate Sh...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
CBSE ધોરણ 10 માં કોવાયા અલ્ટ્રાટેક સ્કૂલના  ના મંત્ર શેઠ ની ઝળહળતી સિદ્ધિ,

CBSE ધોરણ 10 માં કોવાયા અલ્ટ્રાટેક સ્કૂલના ના મંત્ર શેઠ ની ઝળહળતી સિદ્ધિ,

✍️ Reporter: Anil Vaghela 🗓 15 Sep 2026, 05:32 PM 👁 45
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
CBSE ધોરણ 10 માં કોવાયા અલ્ટ્રાટેક સ્કૂલના ના મંત્ર શેઠ ની ઝળહળતી સિદ્ધિ, ધાતુ પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા અમદાવાદ ખાતે સન્માન કરવામાં આવ્યું

રાજુલા તારીખ 14

રાજુલા તાલુકાના કોવાયા ખાતે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલનો વિદ્યાર્થી મંત્ર કપિલભાઈ શેઠ એ CBSE બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ. 10 ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળામાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરી સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે.

મંત્ર ની આ સિદ્ધિ ને બિરદાવવા માટે ધાતુ પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા અમદાવાદના પ્રતિષ્ઠિત જે.બી. ઓડિટોરિયમ ખાતે ભવ્ય વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા મંત્ર કપિલભાઈ શેઠ નું મેડલ અને રોકડ પુરસ્કાર આપી
સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ચેસ લેવલે રાજ્યમાં માં ભાગ લીધેલ છે ટ્રસ્ટ દ્વારા દર વર્ષે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે આ સન્માન સમારોહ યોજવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે મંત્ર શેઠ એ રાજુલાના જાણીતા અને પ્રતિષ્ઠિત અગ્રણી
શ્રી રસિકલાલ શેઠ ના પૌત્ર થાય છે. તેમની આ સફળતા થી શેઠ પરિવાર તેમજ સમગ્ર ધાતુ સમાજમાં હર્ષ અને ગૌરવની લાગણી ફેલાઈ છે.

આ પ્રસંગે ધાતુ પરિવાર સેવા ટ્રસ્ટના પ્રમુખશ્રી, ટ્રસ્ટીગણ, સમાજના વડીલો, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં સમાજબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા અને મંત્રને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પાઠવ્યા હતા.

મંત્ર શેઠ ને તેની આ સિદ્ધિ બદલ ધાતુ પરિવાર સેવા ટ્રસ્ટ, આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ પરિવાર, શેઠ પરિવાર રાજુલા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ ગૌરાંગભાઈ મહેતા વિદ્યાર્થી યુનિયનના ના પ્રમુખ ચિરાગભાઈ જોશી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઈ આદિત્ય બિરલા સ્કૂલના પ્રિન્સિપલ ઇન્દ્રજીત પગધેય થોમસ સ્કૂલના પ્રિન્સિપલ વગેરે અભિનંદન પાઠવ્યા હતા અને રાજુલા વાસીઓ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.
📲Get App