🔥 TRENDING વિરમગામ હાઈવે પર કાર પલટી, સદનસીબે જાન... సారవంతమైన భూములను కాపాడాలి: రైతులు શહીદ ભગતસિંહજીની જન્મજયંતિ નિમિત્તે શ્... ਗੁਰਦਾਸਪੁਰ ਦੇ ਇੰਜੀਨੀਅਰ ਤਰਲੋਕ ਸਿੰਘ ਕਲਸੀ... ఆదిలాబాద్: సోయా గింజలు మొలకెత్తి.. రైత... @Breaking news - ग्वालियर: आबकारी विभा...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદના મજૂરગામમાં BRTS રૂટ પર બાઈક સ્ટંટનો વીડિયો વાયરલ, લોકોમાં રોષ
Local

અમદાવાદના મજૂરગામમાં BRTS રૂટ પર બાઈક સ્ટંટનો વીડિયો વાયરલ, લોકોમાં રોષ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 21 Aug 2026, 11:02 AM 👁 30
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના મજૂરગામ વિસ્તારમાં BRTS કોરિડોરમાં કેટલાક યુવકો દ્વારા જોખમી બાઈક સ્ટંટ કરવામાં આવતા વીડિયો વાયરલ થયો છે.

અમદાવાદના મજૂરગામ વિસ્તારમાં BRTS રૂટ પર બાઈક સ્ટંટનો એક વીડિયો સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં કેટલાક યુવકો BRTSના અનામત માર્ગ પર બાઈક ચલાવતા અને જોખમી રીતે સ્ટંટ કરતા નજરે પડે છે.

જાહેર માર્ગ પર કરવામાં આવતા આ પ્રકારના જોખમી સ્ટંટને કારણે અન્ય વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ટ્રાફિકના નિયમોનો સરેઆમ ભંગ કરીને કરવામાં આવતી આ હરકતોને કારણે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમગ્ર મામલે વાયરલ વીડિયોના આધારે પોલીસ તપાસ કરે અને જોખમી સ્ટંટ કરનારા બાઈક સવારોની ઓળખ કરીને તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હવે આ મામલે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.
📲Get App