🔥 TRENDING Priyanka Gandhi Renews Demand for CEC’... Virat Kohli's Masterclass Leads India... Virat Kohli reaches 15,000 ODI runs as... Mehbooba Mufti Meets Mirwaiz Umar Afte... Kohli, Gill guide India to victory in... Congress May Face SP in First Uttar Pr...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Bot
National

Bot

✍️ Reporter: Sabir Haji 🗓 18 Sep 2026, 08:30 PM 👁 98
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Sabir haji

:
પોરબંદર: ૦૫ નોટિકલ માઇલની અંદર માછીમારી કરવા પર મનાઈ, કડક કાર્યવાહીની ચેતવણી
પોરબંદર માચ્છીમાર બોટ એસોસિએશન દ્વારા તમામ ફિશિંગ બોટના માલિકો અને ટંડેલો માટે એક મહત્ત્વપૂર્ણ સૂચના બહાર પાડવામાં આવી છે.
ડિપાર્ટમેન્ટ તરફથી મળેલી સૂચના મુજબ, સમુદ્રના કાંઠા વિસ્તારમાં ૦૫ નોટિકલ માઇલની અંદર ફિશિંગ બોટો દ્વારા માછીમારી કરવામાં આવી રહી હોવાનું ધ્યાન પર આવ્યું છે. આ બાબતે કડક વલણ અપનાવતા વિભાગ દ્વારા સ્પષ્ટ જણાવાયું છે કે, જે કોઈ પણ ફિશિંગ બોટ ૦૫ નોટિકલ માઇલની મર્યાદાની અંદર માછીમારી કરતી પકડાશે, તેમની સામે કડકમાં કડક કાનૂની એક્શન લેવામાં આવશે.
એસોસિએશન દ્વારા દરેક બોટ માલિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ બાબતની તાત્કાલિક નોંધ લે અને પોતાના ટંડેલોને આ નિયમનું પાલન કરવા માટે ખાસ સૂચના આપે.
📲Get App