🔥 TRENDING નબીપુર નજીક તલવારની અણીએ લૂંટના પ્રયાસ... Trump Suggests Pre-Midterm Strikes on... शहीद कुंदन का अस्थि कलश तिरंगे में लिप... Vikram Misri Discusses Russia and Iran... India Must Navigate Diplomatic Tightro... Political Clash Escalates as Calls Gro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Bheem Armi
National

Bheem Armi

✍️ Reporter: Sabir Haji 🗓 07 Sep 2026, 08:54 PM 👁 53
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Sabir haji

દ્વારકાના રૂપેણ બંદરના ૫૦૦ જેટલા નાના માછીમારોની રોજીરોટી પર સંકટ: ભીમ આર્મી દ્વારા તંત્રને રજૂઆત
દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૂપેણ બંદર ખાતે વસતા માછીમારો માટે આજીવિકાનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. મત્સ્યોદ્યોગ ધારા ૨૦૦૩ અનુસાર દરિયામાં માછીમારી કરવા જવા માટે ઓનલાઈન ટોકન મેળવવું ફરજિયાત છે, પરંતુ માછીમારીના પ્રમાણપત્ર રદ હોવાના કારણે ઓનલાઈન સિસ્ટમ દ્વારા ટોકન ઈશ્યુ કરવામાં આવી રહ્યા નથી. ટોકન વગર દરિયામાં જતાં મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોવાથી માછીમારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
આ મુદ્દે ભીમ આર્મી (દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લા ઉપાધ્યક્ષ) ભેંસલીયા અમીન કાસમ અને સંગઠન દ્વારા તંત્ર સામે રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં દર્શાવેલા મુખ્ય મુદ્દાઓ:
* ટોકનનો અભાવ: પ્રમાણપત્રો રદ થવાને કારણે સિસ્ટમ ઓનલાઈન ટોકન આપતી નથી, જેથી રૂપેણ બંદરના માછીમારો દરિયામાં જઈ શકતા નથી.
* ગેરસમજ અને આરોપો: નાના માછીમારો પાસે તમામ જરૂરી કાગળો ઉપલબ્ધ હોવા છતાં, હોડીના ડોક્યુમેન્ટની સતર્કતા બાબતે તેમના પર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
* આજીવિકાનો પ્રશ્ન: માછીમારી સિવાય આ પરિવારો પાસે ગુજરાન ચલાવવાનો અન્ય કોઈ વિકલ્પ નથી. આ પરિસ્થિતિ ભારતીય બંધારણના અનુચ્છેદ ૨૧ (જીવન અને આજીવિકાનો અધિકાર) નો ભંગ કરે છે.
તંત્ર પાસે માંગણી:
માનવતાના ધોરણે અને કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ રૂપેણ બંદરની તમામ ૪૦૦ થી ૫૦૦ નાની હોડીઓનું સ્થળ પર આવીને તાત્કાલિક પુન: નિરીક્ષણ કરવામાં આવે. ઉપરાંત, ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-૨૦૦૩ અને M.S. Act 1958 ના નિયમ મુજબ જરૂરી દસ્તાવેજો વહેલી તકે ફરી જારી કરવામાં આવે જેથી માછીમારો પોતાની રોજીરોટી ફરી શરૂ કરી શકે.
📲Get App